કામગીરી:અંડરગ્રાઉન્ડ ફાયબર નાખી ખાડા પુરાણ ન થતાં કંપનીને એલ્ટીમેટમ, ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરવા પાલિકાની તાકીદ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં નગરપાલિકાની પરવાનગી મેળવી અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક કરતી કંપનીઓ ઘણી વખત સુચવેલ સમયમર્યાદામાં ખાડા કર્યા પછી રોડ રીપેરીગ કામગીરી ન કરતાં શહેરીજનોને હાલાકીઓ સર્જાતી હોય છે.જેમાં કામગીરી પૂર્ણ થયા પછી ત્વરીત યોગ્ય પુરાણ રીપેરીગ કરવામાં ઉદાસીનતા સેવાતી હોવાની ફરિયાદો મળતાં જ નગરપાલિકા પ્રમુખના આદેશના પગલે કંપનીને ત્રણ દિવસમાં રોડ રીપેરીગ પૂર્ણ કરી લેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે, નહીં તો કેલબ નાંખવાની કામગીરી કરાવવી નહી તેમ લેખિત સુચવાયુ છે.

શહેરના માલગોડાઉન રોડ, એપીએમસી રોડ સહિત કેટલાક રોડ વિસ્તારમાં ઓપ્ટીકલ ફાયબર કેલબ નાંખવા પ્રાઇવેટ લીમીટેડ અમદાવાદના સંચાલક દ્વારા નગરપાલિકામાં ડીપોઝીટ કરીને કામગીરીની પરવાનગી મેળવી છે.પરંતુ આ એજન્સી દ્વારા કામગીરી માટે ખાડા(પીટ) કર્યા બાદ ઘણા લાંબા સમય સુધી રી-સ્ટોર કરવામાં આવતા નથી જે ખુબ ગંભીર બાબત છે.

નગરપાલિકા દ્વારા પીટ રી- સ્ટોર(રોડ રીપેરીંગ સાથે)ની કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ કરવા તાકીદ કરાઇ છે.ત્યારપછી આગળના કામો કરવાની પરમીશન આપવામાં આવશે.પીટ રીસ્ટોરેશનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કેલબ નાંખવાની કામગીરી કરાવી નહી તેવુ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ લેખિત ફટકાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...