તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જોટાણા સિવિલમાં 25 લાખના ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે

જોટાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ 240 ક્યુબિક મીટર ઓક્સિજનનું ઉત્પાદન થશે
  • સ્ટીલ સ્ટ્રીપ્સ વ્હીલ્સ કંપનીનો આર્થિક સહયોગ મળ્યો

મરતોલીની સ્ટીલ સ્ટ્રીપ્સ વ્હીલ્સ લી. કંપનીના સહયોગથી જોટાણા સિવિલ હોસ્પિટલમાં ઊભા થનારા ઓક્સિજન પ્લાન્ટનું ભૂમિપૂજન કંપનીના પ્લાન્ટ હેડ સતીષકુમાર, એચઆર હેડ એચ.બી. મહેતા, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ અને કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકીની હાજરીમાં કરાયું હતું.

કલેકટરના માર્ગદર્શન નીચે સીએસઆર ફંડમાંથી 25 લાખના ખર્ચે કંપની ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી રહી છે. 10 એમકયુનો આ પ્લાન્ટ 24 દિવસમાં કાર્યરત થઇ જશે. આ પ્લાન્ટમાં રોજ 240 ક્યુબિક મીટર ઓક્સિજનનું ઉત્પાદન થશે, જેનાથી 15થી વધુ દર્દીની ઓક્સિજનની માગ પૂરી થશે. આ પ્રસંગે જિલ્લા સદસ્ય ગણપતભાઈ પટેલ, ચંદ્રિકાબેન પટેલ, ઘનશ્યામભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...