મહેસાણા શહેરના પાંચોટ બાયપાસ સર્કલ પર ઓવરબ્રિજ બનાવવા તાજેતરમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે. આ ઓવરબ્રિજ મહેસાણાથી રાધનપુર તરફનો રહેશે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઓવરબ્રિજની કુલ લંબાઇ લગભગ 700 મીટરની અને પહોળાઇ 28 મીટરની રહેશે. ફોર લેન ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર થયા બાદ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાશે. ઓવરબ્રિજ જ્યારે બનીને તૈયાર થશે ત્યારે બાયપાસનો ટ્રાફિક બ્રિજની નીચેથી અને મહેસાણા-રાધનપુર વચ્ચેનો ટ્રાફિક ઓવરબ્રિજ પરથી પસાર થશે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણાનો આ પ્રથમ ઓવરબ્રિજ હશે જેની ઉપર અને નીચેથી વાહનો પસાર થઇ શકશે. કારણ કે, મહેસાણા શહેર અને તેની આસપાસ અત્યાર સુધી બનેલા 4 ઓવરબ્રિજની નીચેથી રેલવે લાઇન પસાર થાય છે.
મહેસાણાનો પ્રથમ ઓવરબ્રિજ જેની ઉપર અને નીચેથી વાહનો પસાર થશે
મહેસાણાનો આ પ્રથમ ઓવરબ્રિજ હશે જેની ઉપર અને નીચેથી વાહનો પસાર થઇ શકશે. અત્યાર સુધી 4 ઓવરબ્રિજની નીચેથી રેલવે લાઇન પસાર થાય છે.જ્યારે આ ઓવરબ્રિજ મુદ્દે મહેસાણામાં જમીન અને મિલકતના વ્યવસાયકારોના જણાવ્યા અનુસાર, પાંચોટ સર્કલની આસપાસ પ્રતિ સ્કેવર ચોરસ ફૂટ જમીનનો ભાવ રૂ.25 હજાર અને બાંધકામનો ભાવ રૂ.50 હજાર છે. બ્રિજના કારણે ભાવમાં 20% થી 30% નો ઘટાડો આવશે. જો આ ઓવબ્રિજ મહેસાણા થી રાધનપુર તરફના બદલે બાયપાસ પર બને તો મિલકતની કિંમતો પર બહુ અસર નહીં વર્તાય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.