ઢળતી ઉમરે આત્મહત્યા:કડીમાં એક વૃદ્ધાએ પોતાના ઘરમાં શરીરે આગ ચાંપી આત્મહત્યા કરી, પાડોશી ફોન આપવા ગયા ત્યારે જાણ થઇ

મહેસાણા2 મહિનો પહેલા
આત્મહત્યા ની જાણ થતાં આસપાસ લોકો ખડકી માં ઉમટી પડ્યા
  • વૃદ્ધાની આત્મહત્યાનું કારણ અંકબધ, પતિની બીમારીથી કંટાળી પગલુ ભર્યાનું પોલીસનું અનુમાન
  • ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યા બાદ શરીરે આગ છાપી હોવાની આશંકા

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એક વૃદ્ધાએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના શહેરમાં આવેલા તબોળી વાસમાં આવેલી જમનાદાસ દેસાઇની ખડકીની છે, જ્યાં એક મકાનમાં સવારે એક વૃદ્ધ મહિલાએ અગમ્ય કારણોસર શરીરે આગ ચાંપી આત્મહત્યા કરી છે.

આત્મહત્યાનું કારણ અંકબધ
આત્મહત્યાનું કારણ અંકબધ

આત્મહત્યાનું કારણ અંકબધ

કડી શહેરમાં આવેલા તબોળી વાસમાં આવેલી જમનાદાસ દેસાઈની ખડકીમાં આવેલા એક મકાનમાં રહેતા સરોજબેન રણછોડભાઈ દેસાઈ અને તેમના પતિ રણછોડભાઈ જમનાદાસ પથારી વસ હોવાથી આ મકાનમાં એકલવાયું જીવન ગુજારી રહ્યા હતા. જોકે, આજે વહેલી સવારે મકાનમાં રહેનાર વૃદ્ધાએ શરીરે આગ ચાંપી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. સરોજબેને કયા કારણોસર આત્મહત્યાં કરી તે પોલીસ તપાસ બાદ જ સામે આવી શકશે.

પાડોશી ફોન આપવા ઘરે ગયા ત્યારે ઘટનાની જાણ થઈ
પાડોશી ફોન આપવા ઘરે ગયા ત્યારે ઘટનાની જાણ થઈ

પાડોશી ફોન આપવા ઘરે ગયા ત્યારે ઘટનાની જાણ થઈ

ટબોળી વાસના ખૂણામાં રહેતા પાડોશી રાજેશ રાય બનસારાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રણછોડભાઇનો ફોન લાગતો ન હોવાથી આજે સવારે મૃતકના પુત્રવધૂનો કોલ દાદાની ખબર અંતર પૂછવા મારી પર આવેલો. જેથી તેમની વાત કરાવવા હુ તેમના ઘરે ગયો ત્યારે સમગ્ર ઘટના જોતા હું ચોકી ઉઠ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકોને જાણ થતા પોલીસને જાણ કરી હતી.

આગ ચાપ્યા પહેલા પંખે સાડી બાંધી આત્મહત્યાનો પ્રયાસ?
આગ ચાપ્યા પહેલા પંખે સાડી બાંધી આત્મહત્યાનો પ્રયાસ?

આગ ચાપ્યા પહેલા પંખે સાડી બાંધી આત્મહત્યાનો પ્રયાસ?

મૃતક સરોજબેન દેસાઈએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ તો અંકબંધ છે, પરંતુ તેઓના ઘરમાં લાગેલા પાંખ પર એક સાડી લટકતી જોવા મળી હતી. જેથી અનુમાન લગાવી શકાય છે કે મૃતકે પહેલા ગળેફાંસો ખાવા માટે પંખે સાડી લટકાવી હશે. જોકે, પ્રયાસ નિષ્ફળ જતા બાદમાં શરીરે આગ ચાંપી આત્મહત્યા કરી હોવાનું હાલમાં દ્રશ્યો જોતા લાગી રહ્યું છે.

આ અંગે પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, મૃતકના પતિ લાંબા સમયથી બીમાર હતા અને મૃતક જીવનથી કંટાળી ગયા હોવાથી આવું પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...