ચકચાર:મહેસાણાના ધોળાસણમાં ક્રેન નીચે કચડાતાં વૃદ્ધનું મોત

આંબલિયાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો ભેગા થતાં ક્રેન ચાલક ભાગી ગયો

મહેસાણા તાલુકાના ધોળાસણમાં શુક્રવારે સવારે ક્રેન નીચે કચડાતાં વૃદ્ધનું મોત થતાં ચકચાર મચી હતી.ધોળાસણ રહેતા 73 વર્ષિય મકવાણા નટવરભાઈ શંકરલાલ તેમના નિત્યક્રમ મુજબ સવારે ચાલવા જતાં હતા. દરમ્યાન સવારે 9 વાગ્યાના સુમારે મહેસાણા તરફથી આવી રહેલી એક ક્રેન રેલવેના ચાલતા કામ માટે ફાટક તરફ જઇ રહી હતી.

ત્યારે ક્રેનના ચાલકે પૂરઝડપે હંકારીને આગળ ચાલતા જઈ રહેલ વૃદ્ધને અડફેટે લેતા આગળના ટાયરમાં આવી જતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. ક્રેન ચાલક ક્રેન મૂકીને ભાગી છૂટયો હતો. લીંચ આઉટ પોસ્ટના ઇન્ચાર્જ એ.એસ.આઇ.ચિરાગ રાઠોડ ઘટના સ્થળે જઇને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...