તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત કરનારો ઝડપાયો:ઉનાવ પાસે એક મહિના પહેલા અકસ્માત કરનાર ઇનોવા ચાલક ઝડપાયો, ઇનોવા અડફેટે વૃદ્ધનું મોત થયું હતું

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા નેત્રમ શાખા દ્વારા CCTVમારફતે અકસ્માતનો ભેદ ઉકેલાયો

મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જેમાં અકસ્માત કરી ફરાર થયેલા ઈસમો તેમજ વાહનોને શોધવા જિલ્લા નેત્રમ ટીમ હાલમાં આવા ગુનાઓનો ભેદ ઉકેલવા મદદરૂપ થઇ રહી છે. જેમાં ઉનાવા પાસે એક મહિના પહેલા ઇનોવા ચાલકે અડફેટે લેતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ કેસમાં એક મહિના બાદ સીસીટીવીના આધારે ઇનોવા ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉનાવા હાઇવે પાસે 19 એપ્રિલના રોજ કિસાન થ્રેસર નજીક એક એક્ટિવા પર એક વૃદ્ધ પોતાની બે દીકરીઓ સાથે એક્ટિવા પર સવાર થઈને ઉનાવાથી મહેસાણા જઇ રહ્યા હતા. એ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધના એક્ટિવને ટક્કર મારતા એક્ટિવા પર સવાર બે દીકરીઓ અને વૃદ્ધ રોડ પર પટકાયા હતા જેમાં બે દીકરીને ઇજાઓ પહોંચી હતી, જ્યારે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ ઉનાવા પોલીસ મથકમાં 19 એપ્રિલના રોજ અકસ્માત કરી ફરાર થતા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે ઉનાવા પોલીસના પી.એસ.આઈ બી.બી.ડાભાણી આ અકસ્માતમાંના કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ એ જિલ્લા કમાન્ડ કંટ્રોલ રૂમમાં આ મામલે જાણ કરી હતી. જેથી કમાન્ડ કંટ્રોલના ઇન્ચાર્જ સી.એચ.જોષી તેમજ નેત્રમ ટિમ દ્વારા અકસ્માત કરી ફરાર થયેલા ગ્રે કલરની ઇનોવા ગાડીના વર્ણનના આધારે નેત્રમમાં લાગેલા cctv કેમેરામાં તપાસ કરતા ગાડીનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.

અકસ્માત કરી ફરાર થયેલા ઇનોવા ગાડી ક્યાં ક્યાં થઈને પસાર થઈ છે. તે આધારે રૂટ નક્કી કરી ત્યારબાદ ટીમને ગાડી નમ્બર KA03AG0849 સીસીટીવીમાં દેખાતા તપાસ કરતા ગાડીના આગળના બમ્પરનો ભાગ તૂટેલો હતો. નેત્રમ ટીમે ઉનાવા પોલીસને આ મામલે જાણ કરતા ઉનાવા પોલીસે ગાડી ચાલકનો નંબર સરનામું મેળવી તેને ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો હતો. આમ અકસ્માત કરી ફરાર થયેલ વાહન ચાલકને શોધવામાં મહેસાણા જિલ્લા નેત્રમ ટીમને વધુ એક અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...