મહેસાણાના નાગલપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા નગરપાલિકાને ફાળવેલી 31 હજાર ચોરસ મીટર જગ્યામાં જિલ્લા કક્ષાનો ફાયર સ્ટેશન બનાવવા કલેક્ટરની મંજૂરી માટે પાલિકાએ દરખાસ્ત કરી હતી. જેની મંજૂરી હવે ટૂંક સમયમાં આવી જવાના સંકેતો મળ્યાં છે. હાલમાં આ મંજૂરીની કાર્યવાહી અંતિમ તબક્કામાં હોવાનું અને તે આવી ગયા બાદ પ્રાદેશિક કમિશનર સમક્ષ ડી પી આર રજૂ કરી યુદ્ધના ધોરણે ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાશે.
મામલતદારે સ્થળ પર તપાસ કરી
નાગલપુર-બેચરાજી રોડ ઉપર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની 31 હજાર ચોરસ મીટર જગ્યામાંથી 6,000 ચોરસ મીટર જગ્યામાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા કલેક્ટરને દરખાસ્ત કરાઈ હતી. જેની તપાસ કરી રિપોર્ટ આપવાની કામગીરી કલેક્ટરે સિટી મામલતદારને સોંપી હતી અને તેમણે સ્થળ પર તપાસ કરી હકારાત્મક અંતિમ રિપોર્ટ આપવા કાર્યવાહી હાથ ધરી છે. આ રિપોર્ટ સબમીટ થયા બાદ કલેક્ટર ઉદીત અગ્રવાલ દ્વારા નગરપાલિકાને જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશન માટે જગ્યાનો ઉપયોગ કરવા લીલી ઝડી આપવામાં આવશે.
કચેરીમાં નવા અદ્યતન સામાન આવશે
રિજીયોનલ ફાયર ઓફિસ કચેરી દ્વારા થોડા સમય પહેલા જ અમદાવાદ કોર્પોરેશનને વોટર બ્રાઉઝર અને ઓફિસર વાન ફાળવવામાં આવી છે, ત્યારે ટૂંક સમયમાં મહેસાણા પાલિકાને મલ્ટી પર્પજ ફાયર ટેન્ડર અને મિનિ ફાયર એન્ડ રેસ્ક્યૂ ટેન્ડર અપાશે. તેની સાથો સાથ ઈક્વિપમેન્ટ હાઇડ્રોલિક કટર બ્રિથીંગ એક ક્વાર્ટર્સ પાલિકાને અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.