શાળાના વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા આઝાદી સેટ નામનું સેટેલાઈટ કાલે સવારે ઉડાન ભરવાનું છે. ત્યારે હાલમાં આ સેટેલાઈટની ઔપચારિક રીતે તપાસ કરવામાં આવી રહી છે. શ્રી હરિકોટા ખાતે આ સેટેલાઈટ આવતીકાલે લોન્ચ થશે. આ સેટેલાઇટ બનાવવા માટે મહેસાણા જિલ્લાના લાડોલ ગામની તન્વીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. તન્વીએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. સેટેલાઇટમાં અંતરિક્ષમાં ટેમ્પરેચર, હવાનું દબાણ સહિત 5 વસ્તુઓ તન્વીએ કરેલા કોડીંગથી ઓપરેટ થશે.
ગુજરાતમાંથી માત્ર મહેસાણાની તન્વીની પસંદગી કરાઇ
મહેસાણા જિલ્લામાં આવેલા લાડોલ ગામની વતની તન્વીની સેટેલાઇટ બનાવવા પસંદગી કરવામાં આવી હતી. જેમાં થોડા માસ અગાઉ સ્પેશ કિડ્સ ઇન્ડિયા કમ્પનીએ આ સેટેલાઇટ બનાવવા સરકાર પાસે MOU કર્યા હતા. ત્યારે અમદાવાદ ઈસરો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લાડોલની તન્વીને સાથે રાખી MOU કરવામાં આવ્યાં હતા. આ સેટેલાઇટમાં કામગીરી કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી માત્ર તન્વીની પસંદગી કરવામાં આવી હતી.
5 વસ્તુઓ પર કોડીગનું કામ કર્યું
લાડોલ ગામની શ્રી બીએસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી તન્વીને સ્પેશ કિડ્સ ઈન્ડીયા કંપનીએ કીટ આપી હતી. જેમાં તન્વીએ સેટેલાઇટ જ્યારે અવકાશમાં જાય ત્યારે હવાનું પ્રેશર, ટેમ્પરેચર, હવાનું દબાણ, ભેજનું પ્રમાણ જેવી કુલ 5 વસ્તુઓ પર કોડીગનું કામ કર્યું છે.
દેશમાંથી 750 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો
વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઈટ આઝાદી સેટ પોતાની ઉડાન ભરે એ પહેલા તેને ઔપચારિક રીતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. આવતીકાલે સવારે શ્રી હરિકોટા ખાતે આ સેટેલાઈટનું લોન્ચિંગ થશે. જે માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ સેટેલાઈટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થિનીઓએ યોગદાન આપ્યું છે. આ તમામ વિદ્યાર્થિઓ હાલમાં સેટેલાઈટના લોન્ચિંગ માટે શ્રી હરિકોટા પહોંચી ગઈ છે.
સેટેલાઈટ 10 મહિના સુધી પૃથ્વીની પરિભ્રમણ કરશે
આવતીકાલે સવારે 9:00 કલાકે આ સેટેલાઈટને છોડવામાં આવશે. સેટેલાઈટમાં લાગેલા સેલ્ફી કેમેરા વડે અંતરીક્ષમાં સોલર પેનલ ખુલશે અને સેલ્ફી કેમેરા વડે આ સેટેલાઈટ અંતરીક્ષના ફોટોગ્રાફ્સ મોકલવાનું શરૂ કરશે. આ સેટેલાઈટ 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે.
પ્રથમવાર 8 કીગ્રાનું સેટેલાઇટ ઉડશે
આવતી કાલે શ્રી હરિકોટા ખાતે દેશમાં પ્રથમ વખત વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટને લોનચિગ કરવામાં આવનાર છે. જે માટે 750 વિદ્યાર્થીનીઓ હરિકોટા પહોંચી છે. આ દિવસ ઐતિહાસિક દિવસ ગણવામાં આવશે કારણ કે, સેટેલાઇટ માત્ર વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વેહિકલ પહેલી વાર માત્ર 8 કીગ્રાનું આ સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જ્યા અંતરિક્ષમાં ગયા બાદ આ સેટેલાઇટ તિરંગો લહેરાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.