• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • An Explosion Of Corona Cases In Mehsana District, The Number Of Active Cases Reached 397 With 103 New Cases Reported In A Single Day.

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસનો વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 103 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 397 પર પહોંચ્યો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અચાનક કેસમાં ઉછાળો આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

મહેસાણા જિલ્લામાં ચાલુ માસ દરમિયાન કોરોના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં આજે એક સાથે 103 કેસ એક્ટિવ સામે આવતા ચિંતા વ્યાપી છે ત્યારે લાંબા સમય બાદ મહેસાણા જિલ્લામાં ફરી એક વાર કોરોનાએ રોકેટ ગતિ પકડી છે.

એક્ટિવ કેસનો આંકડો 397 પર પહોંચ્યો
મહેસાણા જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન સતત કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે ચાર દિવસ અગાઉ કોરોનાનાં 106 કેસ સામે આવ્યા હતા ત્યારે આજે ફરી એકવાર કોરોનાનાં 103 કેસ નવા સામે આવતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો 397 પર આવી ગયો છે. ત્યારે આજે જિલ્લામાં 56 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને હજુ પણ 2043 સેમ્પલના પરિવાર પેન્ડિગ જોવા મળી રહ્યા છે.

આજે કયા તાલુકામાં કેટલા કેસ?
મહેસાણા તાલુકામાં આજે 25,વિસનગર તાલુકામાં 12,ઊંઝા તાલુકામાં 7,વિજાપુર તાલુકામાં 20,વડનગર તાલુકામાં 14,જોતાણા તાલુકામાં 9,કડી તાલુકામાં 13,બેચરાજી તાલુકામાં 3 કેસ મળી કુલ 103 કેસ નવા સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...