નગરપાલિકાની તજવીજ:મહેસાણાના મ્યુનિસિપલ ક્રિક્રેટ ગ્રાઉન્ડમાં એસ્ટ્રો વિકેટ બનાવાશે

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રી-બિડ બેઠકમાં સૂચનો બાદ ઇ-ટેન્ડરમાં સુધારા માટે નગરપાલિકાની તજવીજ

મહેસાણા નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા અદ્યતન ક્રિક્રેટ ગ્રાઉન્ડના ઓનલાઇન ટેન્ડર દરમિયાન યોજાયેલી પ્રી-બિડ બેઠકમાં આવેલાં સૂચનો મુજબ ઓનલાઇન ટેન્ડરમાં ફેરફાર કરવા તજવીજ હાથ ધરાઇ છે. મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલન માટેના ઇ-ટેન્ડરમાં 10 જેટલા સુધારા વધારા કરાનાર છે. જેમાં એજન્સીએ કબજો સંભાળીને જ્યાં સુધી ઉદ્દઘાટન ન થાય ત્યાં સુધી ગ્રાઉન્ડની સાર સંભાળ અને સિક્યુરિટી નિ:શુલ્ક રાખવાની રહેશે.

ઉદ્દઘાટન બાદ પ્રેક્ટિસ શરૂ કરી શકાશે અને પ્રિમિયમ પણ ત્યાર બાદ પાલિકામાં ભરવાનું રહેશે. ગ્રાઉન્ડમાં સ્પોર્ટસ સિવાયની કોઇપણ જાતની એક્ટિવટી પાલિકાની પરવાનગી સિવાય કરી શકાશે નહીં. એજન્સી નિયુક્ત કોચ પાલિકાને યોગ્ય ના જણાય તો બદલવાનો રહેશે. ગ્રાઉન્ડમાં ફાયર સેફ્ટીનાં સાધનો એજન્સીએ લગાવવાના રહેશે. ચાલુ કોન્ટ્રાક્ટ દરમિયાન સરકારના હુકમોમાં જે પણ સુધારો વધારો થશે એ લાગુ કરવાનો રહેશે પાલિકા પ્રિમિયમાં કોઇપણ રિબેટ આપશે નહીં. એજન્સીને પાલિકા જરૂરિયાત મુજબનું પાણી અંડર ગ્રાઉન્ડ સમ્પમાં આપશે. જરૂરિયાત કે સંજોગોમાં સપ્લાય બંધ રહે તો તે પાણીની વ્યવસ્થા એજન્સીએ કરવાની રહેશે. મેચદીઠ એજન્સીએ નગરપાલિકાને રૂ.1500 ચૂકવવાની શરત યથાવત રખાઇ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...