કાર્યવાહી:મહેસાણાના સુણોક પાસે ચોરીના બાઈક સાથે એક આરોપી ઝડપાયો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરી ના બાઈક સાથે આરોપી ઝડપાયો - Divya Bhaskar
ચોરી ના બાઈક સાથે આરોપી ઝડપાયો
  • મહેસાણા એસઓજી ટીમે નંબર પ્લેટ વિનાનું બાઈક જપ્ત કર્યું

મહેસાણા જિલ્લામાં બાઈક અને એક્ટિવા ચોરી કરી ફરાર થતા આરોપીઓને ઝડપવા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. જેમાં વધુ એક ચોરી અને છળકપટ કરી બાઈક સાથે ફરાર થયેલા એક આરોપીને મહેસાણા એસઓજી પોલીસે ઉનાવા પાસે આવેલા સુણોક ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો.

મહેસાણા એસઓજી ટિમ ઉનાવા વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સુણોક ગામ પાસે આવેલા તેબા વાસના નાકે એક ઈસમ નંબર પ્લેટ વિનાનું ડીસ્કવર બાઈક સાથે ઉભો છે. જેથી એસઓજી પોલીસે બાતમી આધારે સુણોક પહોંચી હતી અને કોર્ડન કરી આરોપીને ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન બાઈક ચોરી કરનાર આરોપી સુણોકના ટેબાવાળો વાસ પાસે રહેતો જોવાનું જણાવી પોતાનું નામ રાવળ દિનેશ બાબુભાઈ જણાવ્યું હતું. એસઓજી ટીમે આરોપી દિનેશ ને ઝડપી કલમ 41 (1) ડી મુજબ ગુનો નોંધી ઉનાવા પોલીસ મથક માં વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...