મહેસાણા શહેરમાં આવેલા રાજકમલ પેટ્રોલપંપ નજીક એક ગાડી એ રીક્ષા ને ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત માં રિક્ષામાં બેસેલા યુવકને ઇજાઓ થતા તેણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.રીક્ષા ચાલકે ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહેસાણાના રાજકલમ પેટ્રોલપંપ નજીક રીક્ષા ચાલક મોહમદ રફીક પોતાના કાકાના દીકરા સાથે રિક્ષા માં બેસી પાલાવસના ચોકડી કામ અર્થે જતા હતા.એ દરમિયાન મોઢેરા ચોકડી તરફથી રોંગ સાઈડમાં આવી રહેલ GJ2CG1021 આર્ટીગ ગાડીના ચાલકે GJ2AU0836 નંબર ની રીક્ષા ને ટક્કર મારી હતી.અકસ્માત માં રીક્ષા રોડ પર પલટી મારતા રિક્ષામાં બેસેલ ચલાકના ભાઈને ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે અકસ્માત સર્જી ગાડી ચાલક પોતાની ગાડી લઈ ફરાર થઇ ગયો હતો.અકસ્માત માં ઇજા પામેલ યુવકને 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.તેમજ રીક્ષા ચાલકે ગાડી ચાલક વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.