બાઇક ચાલક રોડ પર ફગોળાયો:વડનગરના તોરણીયા વડ નજીક ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી

મહેસાણા24 દિવસ પહેલા

મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે વડનગર ખાતે પણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી.

ગાડીએ બાઇકને ટક્કર મારી
વડનગર શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ પણ વડનગરમાં રીક્ષા અને પીકઅપ ડાલા ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાઆ એક નો ભોગ લેવાયો હતો ત્યારે આજે વડનગરમાં આવેલા તોરણીયા વડ નજીક એક બાઈક ચાલક અને ગાડી ચાલકે જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલક રોડ પર ફગોળાઈ ગયો હતો.

ગાડીને પણ નુકસાન થયું
અકસ્માતમાં બાઈક ચાલકને ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો તેમજ ઘટનાની જાણ આસપાસના લોકોને અને રોડ પર પસાર થતા વાહન ચાલકોને થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઘાયલ થયેલા બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે અકસ્માતમાં બાઈક અને ગાડીને પણ નુકસાનકારક થયું હતું તેમજ રોડ પર ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...