કાર્યવાહી:હત્યાના પ્રયાસ અને હથિયારના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગુનાનો આરોપી રાંચરડાના ફાર્મહાઉસમાં છુપાયો હતો
  • કારમાં ભાગમાં જતાં એલસીબીએ કોર્ડન કરી દબોચી લીધો

સાંથલ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ અને હથિયારના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ આરોપી મગુનાના ઝાલા ગજેન્દ્રસિંહ ઉર્ફે જાગુભાને મહેસાણા એલસીબીએ કલોલના રાંચરડાના ફાર્મહાઉસમાંથી ઝડપી પાડ્યો હતો.જિલ્લાના પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર ગુનાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અપાયેલી સૂચના અંતર્ગત એલસીબી એએસઆઈ કેસરીસિંહને ખાનગી બાતમી મળી હતી કે સાંથલ પોલીસ મથકના હત્યાના પ્રયાસ અને હથિયારના ગુનાનો મગુના ગામનો વોન્ટેડ આરોપી ઝાલા ગજેન્દ્રસિંહ ઉર્ફે જાગુભા ઉર્ફે જાગલો રાજેન્દ્રસિંહ કલોલ તાલુકાના રાંચરડા ગામની સીમમાં આવેલા અમ્રકુંજ ફાર્મહાઉસમાં રોકાયો છે.

ઇન્ચાર્જ પીઆઈ જે.પી. રાવ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને જોઈ ગજેન્દ્રસિંહે ફાર્મહાઉસમાંથી પોતાની કારમાં ભાગવાનો પ્રયત્ન કરતાં એલસીબીની ટીમે કાર કોર્ડન કરી ઝાલા ગજેન્દ્રસિંહ ઉર્ફે જાગુભાને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ જાગુભા પોલીસની થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...