તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરો શું વાંક?:મહેસાણાના નૂગર બાયપાસ પાસેથી તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બાળક ત્યજી દેવાની એક અઠવાડિયામાં બીજી ઘટના સામે આવી

મહેસાણા શહેરમાં આવેલ નૂગર બાયપાસ પાસે આજે વહેલી સવારે ત્યજી દેવામાં આવેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સવારે એક ઈસમને બાળકીના રોવાનો અવાજ આવતા તપાસ કરતા બાળકી રોડની સાઈડમાં આવેલ ઝાડીઓમાં ફેકી દીધેલી હાલત માં મળી આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે

મહેસાણા જિલ્લા માં નવજાત બાળકીઓ ને ત્યજી દેવાની ઘટના યથાવત જોવા મળી રહી છે. ચાર દિવસ પહેલા જ વડનગરના એક ગામ થી કાંટાળી ઝાડીઓ માંથી નવજાત બાળકી મળી આવી હતી. જોકે એ ઘટના ના પાંચ માં દિવસે ફરી વાર આજે મહેસાણા શહેર માં આવેલા નૂગર બાયપાસ પાસે નવજાત બાળકી બાવળ ની જાળીઓ માં ફેકી દેવાયેલી હાલત માં મળી આવતા લોકો ના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

મહેસાણા શહેર માં આવેલ નૂગર બાયપાસ પાસે આવેલ ગોગા મહારાજ ના મંદિર સામે વહેલી સવારે હિતેષ પટેલ નામના નોકરિયાત ઈસમ નોકરી જવા નીકળ્યા હતા એ દરમિયાન તેઓને રોડની સાઈડમાં આવેલ કાંટાળી ઝાડીઓમાં એક બાળકના રોવાનો અવાજ આવતા તેઓએ ત્યાં જઈને તપાસ કરી જતી. જોકે બાવળની જાળીઓમાં એક તાજી જન્મેલી બાળકી ખુલ્લામાં ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. જોકે હિતેષ નામના વ્યક્તિએ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી બાળકી ને લઈને મહેસાણા સિવિલ મોકલી આપવામાં આવી હતી.

જોકે સિવિલ માં તબીબ એ બાળકી ની તબિયત તંદુરસ્ત હોઈ સારવાર હેઠળ તેણે દાખલ કરાઈ હતી જોકે સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ માં અજાણી મહિલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી

અન્ય સમાચારો પણ છે...