અપહરણ:ખેરાલુના સલાટોના છાપરામાંથી 11 વર્ષીય બાળકનું અપહરણ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો
  • 3 દી' અગાઉ બાળક કોમ્પલેક્ષ​​​​​​​ આગળ રમતો હતો તે દરમિયાન અજાણ્યો શખ્સ ઉપાડી ગયો

ખેરાલુના સલાટોના છાપરાંની બાજુમાં આવેલા કોમ્પલેક્ષ આગળથી 3 દિવસ અગાઉ 11 વર્ષિય બાળકને અજાણ્યો શખ્સ ઉપાડી જતાં પરિવારજનોએ પોલીસને જાણ કરતાં ખેરાલુ પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

ખેરાલુની વૃંદાવન ચોકડી પાસે રહેતા અને મૂળ ખેરાલુ તાલુકાના મંદ્રોપુર વાલાપુરાના દેવીપૂજક મોહનભાઈ ધુળાભાઈનો 11 વર્ષિય દીકરો ગોપાલ ઉર્ફે સાહિલ તા. 2-10-2021 ના રોજ બપોરના આશરે એક વાગ્યાના સુમારે ખેરાલુ ખાતે સલાટોના છાપરાંની બાજુમાં આવેલા કોમ્પલેક્ષ આગળ રમતો હતો તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ઉપાડી ગયો છે. પિતાએ પોલીસને જાણ કરતાં ખેરાલુ પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...