દૂધની આડમાં દારૂની હેરાફેરી:મહેસાણાના જોટાણા નજીક અમૂલ દૂધની ગાડીનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતો હોવાનો ખુલાસો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નંદાસણ પોલીસે અમુલ દૂધની એક ગાડી જપ્ત કરી

કડીના નંદાસણ પોલીસે જોટાણા તાલુકાના આલમપુર ગામેથી રહેણાંક મકાન પાસેથી દૂધના વાહનમાં પડેલ વિદેશી દારૂનો ₹.1,13,520નો દારૂનો જથ્થો ઝડપીને વેપાર કરતા ઈસમ વિરુદ્ધ ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.

'અમૂલ' લખેલી કારમાં દારૂની હેરાફેરી
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં નંદાસણ પોસ્ટના વિસ્તારમાં પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે સમયે નંદાસણ પોલીસ સ્ટેશન ના PI આર.જે ધડુકને ખાનગી રાહે બાતમી મળી હતી કે જોટાણાના આલમપુર ગામે રહેતા શાહહુસેન ઉર્ફે ગાભલો ગોરામિયા અકબરમીયા સૈયદના રહેણાંક મકાન આગળ અમૂલ દૂધના પીકઅપ ડાલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને હાલ તે દારૂનું વેચાણ ચાલુ છે જે બાતમીને આધારે નંદાસણ પોલીસે જોટાણાના આલમપુરમાં રેડ કરતા અમૂલ દૂધ લખાણ વાળા પીકઅપ ડાલા નં.GJ 07 YY 6060 માંથી વિદેશી દારૂ ની બોટલ 410 અને બિયરની 144 બોટલ પોલીસ ને પીકઅપ ડાલામાંથી મળી આવી હતી.

નંદાસણ પોલીસે વિદેશી દારૂ ₹.1,13,520 જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે વિદેશી દારુનો વેપાર કરતો ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ ઉપરથી પીકઅપ ડાલા સહિત વિદેશી દારૃનો ₹.3,63,500નો મુદ્દામાલ કબ્જે કરીને કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં શાહ હુસેન ઉર્ફે ગભલો ગોરાણીયા અકબરમીયા સૈયદનો સામે ફરિયાદ નોંધીને આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...