સુવિધામાં વધારો:કડીના થોળ પક્ષી અભ્યારણ્ય સુધી AMTS બસ દોડાવાશે, મુખ્યંત્રીના હસ્તે બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી થોળ પક્ષી અભયારણ્ય સુધી હવે દર 25થી 40 મિનિટમાં એક બસ મળશે
  • પ્રવાસીઓ મુસાફરી માટે અનેક વખત તકલીફ પડતી હોવાથી નિર્ણય કરાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS બસ સુવિધા આપવામાં આવી છે. અમદાવાદ શહેરની બહારની હદ સુધી પણ AMTS બસ દોડાવવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા થોળ પક્ષી અભ્યારણ સુધી હવે બસ દોડાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લેવામાં આવ્યો છે. લાલદરવાજાથી રાંચરડા સુધીના 51 નંબરના રૂટને લંબાવી થોળ અભયારણ્ય સુધી કરવામાં આવ્યો છે. જેમાં આજ રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વધુમાં વધુ 20 રૂપિયામાં હવે અમદાવાદથી થોળ સુધી જઈ શકશે.

અમદાવાદથી 20 કિલોમીટર દૂર આવેલા પક્ષી અભયારણ્ય થોળ સુધી હવે પ્રવાસીઓ AMTS બસમાં મુસાફરી કરી શકશે. લાલદરવાજાથી રાંચરડા સુધી ચાલતા 51 નંબરના રૂટને 9.45 કિલોમીટર હવે આગળ લંબાવી ડાભલા ચોકડી થઈ અને કડી તાલુકામાં આવેલા થોળ પક્ષી અભ્યારણ સુધી લંબાવવા આવ્યો છે. જેમાં પાંચ બસો મુકવામાં આવશે અને 30 જેટલી ટ્રીપ મારવામાં આવશે. 25થી 40 મિનિટમાં એક બસ મળશે. આ રૂટની બસ નેહરુબ્રિજ, નવરંગપુરા, કોમર્સ કોલેજ, ગુરુકુળ, હેબતપુર ક્રોસ રોડ, થલતેજ ગામ, શીલજ ગામ, રાચરડા ગામથી ડાભલા ચોકડી, અઢાણા ગામ, સધી માતાનું મંદિર અને ચંદનપુરા ચોકડી થી થોળ સુધી જશે.

થોળ અભ્યારણ્ય ખાતે અનેક પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે તે પ્રવાસીઓ ને વાહનો માટે અનેક વાર તકલીફ પડતી હોય છે અને હેરાન પરેશાન થતાં હોય છે જેના કારણે રાજ્ય સરકાર આ પરિસ્થતિને ધ્યાનમાં લઈને અમદાવાદથી કડી તાલુકાના થોળ અભ્યારણ્ય સુધી એ.એમ. ટી.એસ બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગામલોકોમાં અને પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અને ત્યાંથી રાજ્યના મુખ્યમંત્રી ચંદનપુરા ખાતે રામજી મંદિર તથા રાધા કૃષ્ણ અને ઉમિયા માતાજીના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાં દર્શનાથે ગયા હતા અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બે દિવસ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, વિકાસના કામો કે સરકારી યોજનાઓ લઈને રાજ્યની અંદર કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા જે પણ ગ્રાન્ટ કે સુવિધા આપવામા આવશે, તે દરેક જગ્યાએ ઝડપથી કામ થાય અને કોઈ પણ રૂકાવટ વગર પૂર્ણ થાય તેમજ પ્રજાજનો તે યોજનાં કે સુવિધાઓનો ઝડપથી લાભ મળી રહે તે માટે સરકાર હંમેશા તત્પર છે. તેમજ વિકાસના કામો ચાલુ રહે અને લોકોની પડતી મુશ્કેલીઓને તાત્કાલિક ધોરણે દૂર કરીને તેમને અનેક સુવિધા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર રહે છે.

અન્ય સમાચારો પણ છે...