ભાવવધારો:એમોનિયમ સલ્ફેટમાં 10% અને પોટાશ ​ખાતરમાં 63%નો ભાવવધારો ઝીંકાયો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમોનિયમ સલ્ફેટ હવે રૂ.850 અને પોટાશ રૂ.1700ના ભાવે મળશે
  • ભાવવધારાથી મહેસાણાના ખેડૂતોને વાર્ષિક રૂ.4.14 કરોડનો બોજો

નવા વર્ષની શરૂઆતમાં જ એમોનિયમ સલ્ફેટમાં 10%નો અને મ્યુરેટ ઓફ પોટાશ ખાતરમાં 63%નો ભાવ વધારો ઝીંકાયો છે. મહેસાણા જિલ્લામાં બંને ખાતરના વાર્ષિક 1.84 લાખ બોરીના વપરાશને જોતાં ખેડૂતોના માથે વાર્ષિક રૂ.4.14 કરોડનો બોજો વધ્યો છે.

એમોનિયમ સલ્ફેટની એક બોરી જાન્યુઆરી પહેલાં રૂ.775 માં મળતી હતી. રૂ.75 ના ભાવ વધારા સાથે હવે તેનો ભાવ રૂ. 850 કરાયો છે. જિલ્લામાં એમોનિયમ સલ્ફેટની વાર્ષિક 1.37 લાખ બોરી વપરાશ પ્રમાણે 10% લાખે રૂ.1.03 કરોડનો બોજો વધ્યો છે.

બીજી બાજુ વાર્ષિક 47 હજાર બોરીનો વપરાશ ધરાવતાં મ્યુરેટ ઓફ પોટાશનો ભાવ રૂ. 1040 થી વધારીને રૂ.1700 કરાયો છે. એટલે કે, 63%ના ભાવ વધારા સાથે બોરીએ રૂ.660નો વધારો ઝીંકાયો છે. જેના કારણે ખેડૂતોના માથે વાર્ષિક રૂ.3.11 કરોડનો બોજો વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધતાં ભાવને કારણે બંને ખાતરના ભાવ વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...