પાલિકાની કડક કાર્યવાહી:કડી શહેરમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરાઇ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈવે, કલોલ દરવાજા, શકરપુરા, પીરબોરડી ઢાળ, તીનબત્તી, કસાઈવાડા, ઘુમ્મટીયા વિસ્તારમાં દબાણ દૂર કરાયાં
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાના 60 કર્મચારીઓની બે જેસીબી, ટ્રેક્ટરો સાથે કાર્યવાહી
  • શેડ, ​​​​​​​ઓટલા, જાળી સહિતનાં પાકાં તેમજ લારી-ગલ્લા, કેબિન જેવા હંગામી દબાણો હટાવાયાં

કડી શહેરમાં આવતી આજથી ત્રણ દિવસ સુધી વર્ષોથી સરકારી જમીન ઉપર અડીંગો જમાવીને દબાણ કરનાર લોકો ઉપર પાલિકા દ્વારા તવાઈ લાવવામાં આવી રહી છે. કડી પાલિકા દ્વારા તા.9, 10 અને 11ના રોજ ત્રણ દિવસ સુધી શહેરના જૂદા જૂદા વિસ્તારમાં થયેલા દબાણ દૂર કરવામાં આવનાર છે.

કડી પાલિકા દ્વારા 116થી વધારે દબાણકારોને નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનું જણાવ્યું છે. પરંતુ ઘણા વર્ષોથી સરકારી જમીનમાં અડીંગો જમાવીને બેઠેલા લોકો ગાઢ નિંદ્રામાં પોઢી રહેતા પાલીકા એક્શન મોડમાં આવી ગયી છે. પાલિકા દ્વારા 116થી વધારે દબાણકારોને નોટિસ આપી ત્રણ દિવસ સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

કડી પાલિકા દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરમાં હાઇવે ચાર રસ્તા સિવિલ કોર્ટ ની આજુ બાજુ, કસ્બા વિસ્તાર, પીર બોરડી વિસ્તાર, પટેલ ભુવન, ગાંધી ચોક, ભાગ્યોદય હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં પાલિકાના 60 જેટલા કર્મચારીઓ દ્વારા જોડાઈ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

શહેરમાં ત્રણથી ચાર વર્ષ અગાઉ દબાણ ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યારે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. જેમાં જાહેર માર્ગો ઉપર લારી ગ્લલા પાથરણાં, ઓટલા, પગથિયાં જેવા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે.

9 કલાક સુધી ચાલી દબાણ હટાવ કામગીરી
સવારે 9 વાગે શહેરના હાઈવે વિસ્તારથી શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ સાંજના 6 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં કલોલ દરવાજા, સરકારી ગોડાઉન, શકરપુરા, પીરબોરડી ઢાળ, તીનબત્તી, પોસ્ટ ઓફિસ, કસાઈવાડા, ઘુમ્મટીયા સહિતના વિસ્તારોમાં કાયમી અને હંગામી દબાણો દૂર કરાયાં હતાં.

આજે પણ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે
નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ પટેલે જણાવ્યું કે, સોમવારે શહેરના હાઈવેથી શરૂ કરી ઘુમ્મટીયા સુધીમાં 116 ઉપરાંત કાયમી અને હંગામી દબાણો સવારે 9 થી શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધીમાં દૂર કરાયાં છે. મંગળવારે પણ રાબેતા મુજબ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...