તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:મહેસાણાની મૂકબધિર સ્કૂલમાં આંબલીનું વૃક્ષ ધરાશાયી, 150 જેટલાં બગલાને ઇજા

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ફાયર ટીમ અને જીવદયા ગૃપને બંનેએ ઘટના સ્થળે પહોંચી સારવાર કરી

મહેસાણા શહેરમાં રવિવારે રાત્રે ભારે પવન ફૂંકાતાં પિલાજીગંજ વિસ્તારમાં આવેલી મૂકબધિર સ્કૂલમાં આંબલીનું વૃક્ષ ધરાશાયી થતા 300 જેટલા બગલા પણ જમીન પર પટકાયા હતા. સ્કૂલના આચાર્યએ સોમવાર સવારે ઘટનાની જાણ પાલિકાની ફાયર ટીમ અને જીવદયા ગૃપને કરતાં સ્કૂલે પહોંચી હતી.

મોટી સંખ્યામાં બગલાઓને હૈદરીચોક સ્થિત પશુ દવાખાને ખસેડાયા હતા. આ અંગે ડો. વી.કે. મેવાડાએ જણાવ્યું કે, એક બગલાને ઇજા પહોંચી છે. જ્યારે 150 જેટલા બગલા શોકમાં છે. તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ દોડી આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઝાડ પડતાં મોટી સંખ્યામાં બગલાનાં ઇંડાને નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...