તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Although It Became A Civic Center Of The Municipality In City 2 At A Cost Of Rs 1.72 Crore, One Has To Go To City 1 To Pay Taxes.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ મહેસાણા વોર્ડ નં-9:સિટી-2માં 1.72 કરોડમાં પાલિકાનું સિવિક સેન્ટર બન્યું છતાં વેરો ભરવા તો સિટી-1માં જ જવું પડે છે

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાં બનેલુ નગરપાલિકાનુ સિવિક સેન્ટર - Divya Bhaskar
મહેસાણામાં બનેલુ નગરપાલિકાનુ સિવિક સેન્ટર
 • પાણી, ગટર, લાઇટ સહિતની ફરિયાદો, વેરા ભરવા માટે બનાવેલું સિવીક સેન્ટર શરૂ થાય તેવું રહિશો ઇચ્છા

મહેસાણાના વોર્ડ નં.9માં ટીબી રોડ, બીકે સિનેમા એરિયાની સોસાયટીઓ આવે છે. આ વિસ્તારના રહિશોને પાલિકાના કામકાજ માટે શહેરમાં ના આવવું પડે તે માટે રૂ.1.72 કરોડના ખર્ચ સિવિક સેન્ટર તૈયાર કર્યાના વર્ષો પછી પણ ઉપયોગમાં લેવાતું નથી. રહિશોને હાલ વેરો ભરવા, દાખલા લેવા કે નાનીમોટી ફરિયાદો માટે છેક સિટી-1માં આવેલી નગરપાલિકા આવવું પડે છે. ત્યારે સિટી-2ના રહિશોને વોર્ડનં.-9માં આવેલા સિવિક સેન્ટરથી આ બધી સુવિધા મળતી થાય તે જરૂરી છે.

શ્રીનિધી ફ્લેટના જીગરભાઇ ચૌધરીએ કહ્યું કે, સિવિક સેન્ટર પાલિકાના કામકાજ માટે બનાવ્યું છે, પરંતુ 5 વર્ષ થયા હજુ ચાલુ થયું નથી. અમારે સિટી-1માં પાલિકા સુધી જવું પડે છે. સિટી-2ના રહિશો ઇચ્છી રહ્યા છે હવે ઝડપથી સિવિક સેન્ટર ચાલુ થાય અને તેનો લાભ રહિશોને મળે. રહિશો સારું જીમ પણ ઇચ્છી રહ્યા છે.

સ્નેહકુંજના સુરેશભાઇ શાહે કહ્યું કે, ટીબી રોડ સુખેશ્વરી ફ્લેટની પાછળ રેલવે લાઇન છે અને વચ્ચે સુખેશ્વરી માતાજીનું મંદિર છે. આગળ જતાં બ્રહ્માણી માતાનું મંદિર છે. આસપાસની 50 સોસાયટીઓના રહિશોને દર્શનાર્થે જવા ગરનાળાના અભાવે રેલવે ટ્રેક પર થઇને જવું પડે છે. ગાડી લઇને ઋતુરાજથી મંદિર જવું હોય તો હાલ પાલાવાસણા કે ગંજબજાર થઇ અડધો કલાકનું અંતર કાપવું પડે છે. ગરનાળુ બને તો 5 મિનિટમાં મંદિર પહોંચી શકાય. આદિનાથ સોસાયટીના કુંજલભાઇ મહેતાએ કહ્યું કે, ઋતુરાજ ચોકમાં સાંજે ગાયોના જમાવડાથી અવર જવરમાં લોકોને તકલીફ પડે છે. શહેરમાં આ પ્રશ્ન શીરદર્દ સમાન છે. શ્રીનિધી ફ્લેટના રહિશે કહ્યું કે, વિસ્તારમાં ફિઝિયોથેરાપી સેન્ટર બને તો જરૂરમંદોને ટ્રીટમેન્ટમાં વધુ ખર્ચ ન કરવા પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ થાય.

બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક - સામાન્ય
બીજી બેઠક -સામાન્ય
ત્રીજી બેઠક-પછાતવર્ગ
ચોથી બેઠક -સામાન્ય

વોર્ડ નં.9 માં સમાવિષ્ટ વિસ્તાર
એસટીકોલોનીથી પ્રશાંત સિનેમા બહારની કોલોની પાછળની દુકાનો, બીકે સિનેમા, ટીબી રોડ, અંબિકાનગર, ભમ્મરિયા નાળા બહાર શક્તિ શોપિંગ સેન્ટર થઇ આનંદ પાર્ક, મનહરપાર્ક, આશ્રય હોટલ, સુપ્રિમ ફ્લેટ, અભયપાર્ક, પ્રગતિ, રાધેશ્યામ, શીતલપાર્ક, અરિહંત ફ્લેટ, આશીર્વાદ, આદીનાથ, ઋતુરાજ ફ્લેટ, મહાવીર, વાસુપૂજ્ય, અષ્ટસિધ્ધિ, દેવનગર, શાંતિનાથ સોસાયટી, યશ બંગ્લોઝ, હરિઓમ કોમ્પલેક્ષ, સ્વાતીનગર, શાન્તમ બંગ્લોઝ

2015માં ચારેય બેઠક પર ભાજપની જીત થઇ હતી
વર્ષ 2015માં વોર્ડ નં.9માં ભાજપનાં કૈલાસબેન મફતલાલ પટેલ, સ્મિતાબેન રાજેશકુમાર શાહ, જનકભાઇ ગોવિંદભાઇ બ્રહ્મભટ્ટ, કૌશિકભાઇ હીરાલાલ વ્યાસ એમ ચારેય ઉમેદવારની પેનલ જીતી હતી.

કુલ 13251 મતદારોનું જ્ઞાતિ સમીકરણ
વોર્ડ નં.9માં કુલ 13251 મતદારો છે. જેમાં પુરુષ 6871 અને સ્ત્રી 6379 છે. જેમાં સૌથી વધુ પ્રજાપતિ 1522, શાહ 1307, પટેલ 1203, ઠાકોર 843, મોદી 635, બારોટ 329, સોની 231, વ્યાસ 216, રાવલ 216, પંચાલ 191, દવે 179, ભાવસાર 170, રાવળ 159, ઓઝા 139, જાની 134, દરજી 132, પરમાર 132, ત્રિવેદી 127, દેવીપૂજક 122, શર્મા 120, મહેતા 120, રબારી 119, નાયક 115, ભટ્ટ 112, જોશી 110, ચૌહાણ 105, ચૌધરી 104, રાઠોડ 94, સુથાર 93, ઠક્કર 90 સહિત વિવિધ જ્ઞાતિના મતદારોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો