તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકરી કાર્યવાહી:અલ્પિતા ચૌધરીને ફરી એક વાર કરાઈ સસ્પેન્ડ, બેચરાજી મંદિરમાં ફિલ્મી ગીતો પર વીડિયો બનાવ્યો હતો

મહેસાણા18 દિવસ પહેલા
  • અલ્પિતા ચૌધરીએ અગાઉ પણ કડી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન વીડિયો બનાવ્યા હતા

મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસમાં કરજ બજાવતી મહિલા પોલીસ કર્મી અને ટિકટોક સ્ટાર અલ્પિતા ચૌધરીએ વધુ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોના વિવાદના કારણે મહેસાણા એસપીએ અલ્પિતાને રાતોરાત સસ્પેન્ડ કરી દીધી છે.

બેચરાજી મંદિરમાં પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી દ્વારા હિંદી ફિલ્મોના ગીતો પર ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ વીડિયોના રિલ્સ બનાવ્યા હતા. જે રિલ્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા અલ્પિતા ચૌધરી ફરી એક વાર વિવાદમાં આવી હતી. જોકે વીડિયોના સમાચાર વહેતા થતા મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજ સિંહ ગોહિલે અલ્પિતા સામે કડક પગલાં લઇ તેણે રાતો રાત સસ્પેન્ડ કરી દીધી છે.

અગાઉ પણ વીડિયો મામલે 2016માં થઈ ચૂકી છે સસ્પેન્ડ
વર્ષ 2016માં આરએલડીમાં ભરતી થયેલી અલ્પિતા ચૌધરીને 2018માં મહેસાણામાં પોસ્ટિંગ મળી હતી. અલ્પિતા સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા બાદ તેને અનેક ઓફરો મળી હતી. જે બાદમાં તેણી અનેક આલ્બમ અને ગીતમાં પણ નજરે પડી હતી.

સસ્પેન્શનમાંથી પરત આવ્યા બાદ ફરી એ જ ભૂલ કરી
ઉલ્લેખનીય છે કે અલ્પિતા ચૌધરીને અનેક લોકો ફોલો કરવા લાગ્યા છે. તેની રિલ્સ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ હજારો લાઇક્સ હોય છે ત્યારે તેણે પોતાની ભૂતકાળની ભૂલને ફરી વગોવી છે. અગાઉ જ્યારે આ વિવાદ છંછેડાયો ત્યારે તત્કાલીન પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોલીસ ગણવેશમાં કોઈ પણ અધિકારી આ પ્રકારની ગેરશિસ્ત આચરી શકશે નહીં. દરમિયાન ફરીવાર અલ્પિતા ચૌધરીની રીલ વાયરલ થઈ છે ત્યારે આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટે ફરી અલ્પિતાને સસ્પેન્ડ કરી છે.

થોડા મહિના અગાઉ કડી પોલીસ સ્ટેશન માં પણ વીડિયો બનાવ્યા હતા
અલ્પિતા ચૌધરીએ થોડા માસ અગાઉ પણ કડી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન વીડિયો બનાવ્યા હતા. જોકે એ સમયે પણ જિલ્લા પોલીસ વડાએ આ મામલે તેની પાસે ખુલાસો માંગ્યો હતો. જોકે એ ઘટના બાદ અલ્પિતાની બદલી બેચરાજીમાં કરી દેવામાં આવી હતી. જ્યાં તેણે મા બહુચરના મંદિર પરિસરમાં ડ્યુટી આપવામાં આવી હતી. પણ અલ્પિતા દ્વારા ફિલ્મી ગીતો પર વીડિયો બનાવતા ફરી એક વાર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

પોલીસ તપાસમાં અલ્પિતા ડ્યુટી પર હાજર નહોતી
બેચરાજી પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે અલ્પિતા ચૌધરીને મંદિર પરિસરમાં ડ્યુટી સોંપાઈ હતી. જોકે તેણે બેચરાજી હેડ ક્વાર્ટર છોડવાની પણ મનાઈ હતી. જોકે અલ્પિતા અનેક વાર પોતાના અધિકારીઓની જાણ બહાર ડ્યુટી પર ચેકીંગ દરમિયાન નજરે ના પડતા સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...