ધરપકડ:શંખલપુરના અલ્પેશ પટેલને ખંડણી કેસમાં મુંબઈ પોલીસ ઉઠાવી ગઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ સામે ખંડણીનો ગુનો નોંધાયો છે
  • મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 ઉપરથી ઝડપી લીધો હતો

શંખલપુરના વતની અને મુંબઈમાં આંગડીયા પેઢી ધરાવતા અલ્પેશ પટેલને મુંબઈ પોલીસ ઉઠાવી ગઈ છે. મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 ઉપરથી પકડ્યા બાદ મુંબઈ પોલીસે મહેસાણા રેલવે પોલીસમાં નોંધ કરાવી હતી. મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં તા.20-8-2021ના રોજ નોંધાયેલી ખંડણીની ફરિયાદ મામલે મુંબઈ ડીસીબી-સીઆઈડીના પીએસઆઈ અજીત કાનગડે સહિતની ટીમ મહેસાણા આવી હતી. મહેસાણા રેલવે પોલીસની મદદથી બહુચરાજી તાલુકાના શંખલપુરના અલ્પેશ પટેલને પકડીને મુંબઈ લઈ ગઈ છે.

મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-2 ઉપરથી 19 ઓક્ટોબરની સાંજે 6 કલાકે પકડી રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવીને અલ્પેશ પટેલની ધરપકડ કરીને રવાના થઈ ગઈ છે. ફરિયાદ નોંધાયા બાદ મુંબઈ ડીસીબી-સીઆઈડીના ટેકનીકલ સર્વેલન્સ દરમિયાન અલ્પેશ પટેલનું મોબાઈલ લોકેશન મેળવીને મહેસાણામાંથી ઝડપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. શંખલપુરનો અલ્પેશ ભગવાનભાઈ પટેલ મુંબઈમાં આંગડીયા પેઢી ધરાવે છે અને ખંડણી કેસમાં તેની આંગડીયા પેઢીમાં રૂપિયા 12 લાખનો હવાલો પડ્યો હોવાની શક્યતાએ આરોપી બનાવાયો છે.

મુંબઈના બિલ્ડર વિમલ રામગોપાલ અગ્રવાલ નામના બિલ્ડરે નોંધાવેલી ફરિયાદમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંગ, પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝે, શંખલપુરના અલ્પેશ પટેલ, સુમિતસિંગ ઉર્ફે પીન્ટુ, વિનયસિંગ ઉર્ફે બબલુ અને રિયાઝ ભાટીને આરોપી બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...