તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Allocation Of Rs. 1 Crore For Mehsana Taranga Hill 18 Underbridge, Rs. 1818.99 Crore For North Gujarat, Seven Types Of Works Were Sanctioned.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે બજેટ:મહેસાણા-તારંગા હિલ 18 અંડરબ્રિજ માટે રૂ.1 કરોડની ફાળવણી, ઉત્તર ગુજરાત માટે રૂ.1818.99 કરોડના ખર્ચે સાત પ્રકારની કામગીરીને મંજુરી આપવામાં આવી

મહેસાણા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મહેસાણા-પાલનપુર રૂટ પરના પુલ નંબર 917 માટે માત્ર રૂ.1 હજાર મંજૂર કરાયા, હિંમતનગર-ખેડબ્રહ્માના રૂટના કુલ 135.93 કિલોમીટરના ગેજ પરિવર્તન માટે ખર્ચ મંજૂર થશે

રેલવે દ્વારા રજુ કરાયેલા બજેટમાં ઉ.ગુ.માં રૂ.1818.99 કરોડના ખર્ચે વિવિધ 7 પ્રકારની કામગીરીને મંજૂરી મળી છે. રેલ્વેના બજેટમાં # કરી ઉલ્લેખ કરાયો છે કે, 961.14 કરોડના ખર્ચે આદરજ મોટીથી વિજાપુર, વિજાપુર-આંલીયાસણ અને હિંમતનગર-ખેડબ્રહ્માના રૂટના કુલ 135.93 કિલોમીટરના ગેજ પરિવર્તન માટે ખર્ચ મંજૂર થશે તો કામગીરી કરાશે કહી વાયદો કર્યો છે.

વાયદાનો આ હિસ્સો કુલ બજેટનો 52.83 ટકાનો છે. બજેટમાં 7 પ્રકારની કામગીરીમાં નવી લાઇનના ચાલુ કામકાજ માટે રૂ.10 કરોડ, ગેજ પરિવર્તન પાછળ રૂ.1276.14 કરોડ, ડબલ લાઇનના કામકાજ પાછળ રૂ.450 કરોડ, રોડ સેફ્ટી માટે ઓવર-અંડર બ્રીજ સહિતની કામગીરી પાછળ રૂ.56.20 કરોડ, ટ્રેક રિનોવેશન સહિતની કામગીરી માટે રૂ.15.63 કરોડ, પુલ, ટર્નલ અને એપ્રોચ રોડ માટે રૂ.10.01 લાખ - સિંગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન માટે રૂ.1.01 લાખનું બજેટ મંજુર કરાયું છે

બજેટમાં ટ્રેક રિનોવેશન માટે રકમ ફળવાઇ

 • મહેસાણા-વિરમગામ વચ્ચે 5 યોજનામાં ટ્રેક અને સેટ સહિતની કામગીરી માટે રૂ.9.16 કરોડ
 • મહેસાણા-પાલનપુર રૂટના રિનોવેશન માટે રૂ.1.20 કરોડ
 • પાલનપુર-મહેસાણા રૂટના રિનોવેશન માટે રૂ.1.20 કરોડ
 • મહેસાણા-ખોડીયાર રૂટના રિનોવેશન માટે રૂ.1.20 કરોડ
 • મહેસાણા-પાટણ રૂટના રિનોવેશન માટે રૂ.1 કરોડ
 • પાલનપુર-ગાંધીનગર રૂટના રિનોવેશન માટે રૂ.75 લાખ
 • પાલનપુર-ગાંધીનગર વચ્ચેના 67 ક્રોસીંગના રિનોવેશન માટે રૂ.56 લાખ
 • મારવાર-પાલનપુર-મહેસાણા-કોડીયારના 98 સેટના રિનોવેશન માટે રૂ.56 લાખ

પાલનપુર -સામખ્યારી માટે 420 કરોડ ફાળવાયા

 • પાલનપુર-સામખ્યારી 274.73 કિમી માટે રૂ.420 કરોડ
 • મહેસાણા-પાલનપુર 65.1 કિમી માટે રૂ.30 કરોડ

રોડ સેફ્ટી (ઓવર-અંડર બ્રિજ)

 • પાલનપુર-ખોડીયાર રૂટ પર 42 જગ્યાએ રસ્તોઓ અને 10 ઓવરબ્રિજ માટે રૂ.40.04 કરોડ
 • અમદાવાદ-પાલનપુર લેવલ ક્રોસિંગની જગ્યાએ 5 ઓવર બ્રિજ માટે રૂ.14.01 કરોડ
 • મહેસાણા-પાટણ અને મહેસાણા-વીરમગામ માટે 9 ક્રોસીંગ માટે રૂ.50 હજાર
 • મહેસાણા-વીરમગામ 11 સબવે લાઇનના ક્રોસીંગ અને એક ઓવરબ્રીજ માટે રૂ.1.05 કરોડ
 • અમદાવાદ-હિંમતનગર વચ્ચે 22 અંડર બ્રીજ માટે રૂ.10 લાખ
 • મહેસાણા-તારંગા હિલ 18 અંડરબ્રીજ માટે રૂ.1 કરોડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો