તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગટરમાં 30 ફૂટ ઉંડેથી 2 ટન કચરો કાઢી શકતું રોબોટીક મશીન ફાળવાયું

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં સૌપ્રથમ મહેસાણાને રૂ.42.50 લાખની કિંમતનું આધુનિક મશીન મળ્યું

ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ માટે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા નગરપાલિકાને સીએસઆર ઓથોરિટીએ રોબોટીક મશીન ફાળવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પ્રયાસથી પાલિકાને ફાળવાયેલું બેટરી અને સોલારથી સંચાલિત રૂ.42.50 લાખનું રોબોટીક મશીન ભૂગર્ભ ગટરમાં 30 ફૂટ ઉંડે સુધી જામી ગયેલા મળને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી 2 ટન સુધીના મળને ઉપાડી શકે છે અને સતત 5 કલાક સુધી કામ કરી શકે છે.

પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભૂગર્ભ ગટરની સફાઈ કરવા કામદારોને કુંડીમાં ઉતારી શકાતાં નથી. કુંડીઓ કચરાથી જામ થઈ જાય છે. શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યા વધી છે, ત્યારે આ મશીન ખૂબ ઉપયોગી બનશે.

કુંડીમાં ગેસ હશે તો સાયરન વગાડી એલર્ટ કરશે
20 કિલોના બકેટ દ્વારા એરપ્રેશરથી કામ કરતાં રોબોટીક મશીન ઉપર લાગેલા આધુનિક સાધનોથી કુંડીમાં ગેસ હશે તો સાયરન વગાડી કામદારોને એલર્ટ કરશે. તેથી સફાઈ કરતાં કામદારોનું મોત થવાનું જોખમ રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...