બેધારી નીતિનો વિરોધ:મહેસાણા પોલીસ કૉંગ્રેસ સાથે ભેદભાવ રાખતી હોવાનો આક્ષેપ, કૉંગ્રેસી નેતાઓએ SP કચેરી પર ધરણા કર્યા

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરણા કરી રહેલા કૉંગ્રેસ અગ્રણીઓની અટકાયત

મહેસાણા શહેરમાં કોંગ્રેસ અગ્રણીઓએ આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે તંત્રની બેવડી નીતિન કારણે ધરણા યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મહેસાણા શહેરમાં કોંગ્રેસના ધરણામાં પોલીસ ટીંગાટોળી કરે છે ત્યારે ભાજપના ધરણમાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની બેધારી નીતિ સામે આવતા આજે કોંગ્રેસ અગ્રણીઓ જિલ્લા પોલીસ વડાની કચેરી આગળ બેસી ધરણા યોજ્યા હતા.

મહેસાણા પોલીસની બેધારી નીતિનો વિરોધ કર્યો
મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ સમિતિના કાર્યકરોને ધરણા કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ ભાજપના કાર્યકરો દ્વારા હમણાં થોડા દિવસ અગાઉ તોરણવાડી ચોક ખાતે ધરણા યોજવામાં આવતા પોલીસે કોઈ પગલાં લીધા નહોતા. ત્યારે કાયદાની બેધારી નીતિ સામે તંત્રમાં રજુઆત કરવામાં આવી હતી. તેમજ બાદમાં આજે બપોરે કોંગ્રેસ અગ્રણીઓ આ મામલે એસપી ઓફિસ ખાતે ધરણા યોજ્યા હતા જ્યાં મહેસાણા એ ડીવીઝન પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...