મહેસાણાના રાધનપુર રોડ પર પાંચોટ હદમાં આવેલી ગણેશ વિવાન સોસાયટીમાં આરસીસી રોડ, સ્ટ્રીટલાઇટ, પાણીની લાઇન સહિતની માળખાગત સુવિધા પૂરી નહીં પાડનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા રહીશોએ અધિક કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
રાધનપુર રોડ તિરૂપતિ શાહીબાગની પાછળ નવી બનેલી ગણેશ વિવાન સોસાયટીના રહીશોએ રજૂઆતમાં કહ્યું છે કે, આરસીસી રોડ, સ્ટ્રીટલાઇટ, પાણીની પાઇપ લાઇન, ફેન્સિંગ તારની વાડ, અંડરગ્રાઉન્ડ કેબલ તથા ગાર્ડન સહિતની સુવિધા આપવાની ખાતરી અને ભરોસો કોન્ટ્રાક્ટરે આપ્યો હતો. પરંતુ સુવિધા પૂરી ન પાડતાં કોન્ટ્રાક્ટરે કહ્યું કે, પેટા કોન્ટ્રાક્ટરને કામ આપી દીધું છે, મારી જવાબદારી નથી. બીજી તરફ સોસાયટીમાં હજુ 70 ટકા કામ પૂર્ણ થયું છે, જેથી સોસાયટીનું કે કંઇ કામ બાકી હોય તે તમામ પૂર્ણ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટર સંદીપકુમાર પટેલની રહે છે તેમ છતાં તે સોસાયટીના રહીશોની કોઇપણ રજૂઆત સાંભળતા નથી કે બ્રોસરમાં દર્શાવેલ સુવિધાઓ પૂર્ણ કરી ન હોવાનો આક્ષેપ કરી સ્થળ ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને સુવિધાઓ પૂરી પાડવા આદેશ કરવા અધિક નિ. કલેક્ટરને રહીશોએ રજૂઆત કરી છે.
78 મકાનો બનાવ્યા તેમાં તમામ સુવિધા આપી છે, બાકી 52 પ્લોટનું કામ બીજી કંપની કરે છે : બિલ્ડર
બિલ્ડર સંદીપકુમાર પટેલે કહ્યું કે, ગણેશ વિવાનમાં અમે 78 પ્લોટમાં મકાન બનાવેલા અને રોડ, લાઇટ, પાણી વગેરે તમામ સુવિધા કરી આપેલી અને આ મકાનોના રહીશો 4 વર્ષથી સુવિધા ભોગવે છે. એટલે સુવિધા નથી આપી તેવા આક્ષેપો ખોટા છે. જ્યારે 52 પ્લોટ બીજી કંપનીના હોઇ તે મકાનો બનાવે છે, તે કંપનીનું બાંધકામ સુવિધા રનિંગમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.