રજૂઆત:જગુદણની યુવતીને ફીંગર પ્રિન્ટ ન આવતાં નાપાસ કર્યાનો આક્ષેપ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LRDની શારીરિક પરીક્ષા સમયસર પૂર્ણ કર્યાનો દાવો
  • નાપાસ થનાર યુવતીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને ઈમેઈલથી રજૂઆત કરી

મહેસાણા તાલુકાના જગુદણ ગામની યુવતીને ગાંધીનગરમાં લેવાયેલી એલઆરડીની શારીરિક પરીક્ષામાં નિર્ધારીત સમય મર્યાદામાં દોડ પૂરી કરી દીધી હોવા છતાં ફિન્ગર પ્રિન્ટ નહી આવતા નાપાસ જાહેર કરાઈ હોવાનો આક્ષેપ કરતી લેખિત રજૂઆત ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને કરી છે.

જગુદણની નિકિતા દશરથભાઈ સોલંકી 5 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગે ગાંધીનગરમાં એલઆરડી ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી આપવા માટે ગઈ હતી. જેમાં રજિસ્ટ્રેશન વખતે ફિન્ગર પ્રિન્ટ નહી આવવા છતાં તેને દોડવા માટે મેદાનમાં મોકલાઈ હતી.

ત્યારબાદ તેણીએ 6 મિનિટ અને 48 સેકન્ડમાં દોડ પૂરી કરી હોવાનો દાવો કર્યો હતો. દોડ પૂર્ણ કર્યા બાદ યુવતીનો ફિન્ગર પ્રિન્ટ નહી આવતા ડિસ્કવોલીફાઈડ કરી હોવાનો તેણીએ આક્ષેપ કર્યો છે. યુવતીના કાકા રમેશભાઈએ જણાવ્યુ હતુ કે, આ મામલે તેઓએ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને ઈમેઈલથી લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...