કેન્દ્રની મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા 3,4 અને 5 જૂન સુધી મોદી સરકારના સુશાસનની ઉજવણી કરાશે. જેમાં સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસના કામોની વાત લોકો વચ્ચે જઈને કરશે.
મહેસાણા કમલમ ખાતે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતાં જણાવ્યું કે, મહેસાણા જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની ભાજપના પૂર્વ મંત્રીઓ, આગેવાનો, સંગઠનના હોદ્દેદારો દ્વારા રાજકીય સમીક્ષા, નવા કાર્યકરોની મિટિંગ, વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથેની મિટિંગ અને ધર્મના વડાઓ સાથે કેન્દ્રની ગુજરાતના વિકાસના કાર્યોની વાત કરવી સહિતના કાર્યક્રમો કરશે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા 2022ની વિધાનસભાની ચૂંટણીની પણ તૈયારી કરાઇ છે. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ પટેલ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા.
2017ની ચૂંટણીના નબળા બુથો મજબૂત કરાશે
સુશાસનની ઉજવણીના ભાગરૂપે 2017ની ચૂંટણીમાં ભાજપ માટે જે બુથો નબળાં સાબિત થયાં હતાં તેનો અભ્યાસ કરી તમામ બુથમાં લોકોનો સંપર્ક કરી સ્થિતિ મજબૂત કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.