તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજરમત:દૂધસાગર ડેરીના ચૂંટણી જંગમાં એક ડિરેક્ટર સિવાય તમામ 31 નવા ચહેરા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ટર્મમાં ડિરેક્ટરો પૈકી માત્ર મહેસાણાના અશોક ચૌધરી ફરી ચૂંટણી લડે છે
  • ચાર બેઠકો પર સીધી ટક્કર, ત્રણ બેઠકોની ઉમેદવારીનો ફેંસલો હાઇકોર્ટના આદેશ પર આધિન

દૂધસાગર ડેરીના નિયામક મંડળની 15 બેઠકોની જાહેર કરાયેલી ચૂંટણી પૈકી ત્રણ બેઠકની ઉમેદવારી હાઇકોર્ટના આદેશ પર નિર્ભર છે. જ્યારે બાકીની 12 બેઠકો પર કુલ 32 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. ગત ટર્મમાં ડિરેક્ટર હોય એવા એક જ સભ્ય અશોક ચૌધરીએ ફરી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તે સિવાય એકપણ ડિરેક્ટર રિપીટ થયા નથી. એટલે કે, 31 ઉમેદવારો નવા ચહેરા છે. અંદરખાને બે જૂથમાં પેનલ ગોઠવાઇ ગઇ છે, જે પૈકી આઠ બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. જેમાં એક-એક અપક્ષ ઉમેદવાર અંદરખાને એક યા બીજા જૂથના સમર્થનમાં આવી જશે કે આવી શકે છે તેમ સહકારી સૂત્રો કહી રહ્યા છે.

વિભાગ-1માં માણસા, વિસનગર, ખેરાલુ-વડનગર અને વિજાપુર એમ 4 મતદાર મંડળનો દૂધના જથ્થા પ્રમાણેની બેઠકના વિભાગ-2માં પણ સમાવેશ છે. એટલે વિભાગ-1 અને 2માં આ 4 મંડળમાં બે-બે મળી કુલ 8 બેઠક છે. જેમાં હાલ ખેરાલુ-વડનગર- સતલાસણાની એક બેઠકની ઉમેદવારીનો ખટલો હાઇકોર્ટમાં છે. જેની સુનાવણી બુધવારે છે. તો ઊંઝા-સિદ્ધપુર બેઠકની હાઇકોર્ટમાં મંગળવારે સુનાવણી થનાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો