તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન 2022:રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણામાં AIMIM પાર્ટીની એન્ટ્રી, દલિત અને ઠાકોર સમાજના લોકોએ ખેસ ધારણ કર્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે શહેર બોડી જાહેર કરી દેવામાં આવી

મહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાતો જિલ્લો છે. આ જિલ્લામાં હવે AIMIM પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આજે શહેર બોડી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં દલિત અને ઠાકોર સમાજના કેટલાક સભ્યો આ પાર્ટીમાં ફોર્મ ભરી જોડાયા છે.

મહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરી તરીકે સમગ્ર રાજ્ય માંઓળખાય છે. જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને બાદમાં આમ આદમી પાર્ટી આવી હતી. જોકે, હવે જિલ્લામાં AIMIMની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. આજે શહેરની બોડી જાહેર કરી દેવામાં આવી છે.

મહેસાણાના કસ્બા સોભાસણ રોડ ખાતે યોજવામાં આવેલા પદ ગ્રહણ સમારોહમાં AIMIMના નિરીક્ષણ ડો.રફીક વોરા, બેનજી વાલા, એહમદ હુસેન, શેખ ઇશરત હુસેન, નસીરૂડીન ચિસ્તી, એજાજ ખાન પઠાણ, મુનિર રંગવાળા, અબ્દુલ બલોત્રાવાલા, યુસુફ પઠાણ તેમજ ખાદીમ મહલીસ અને સંયોજક બાબખાન બાબી કાર્યક્રમ માં જોડાયા હતા.

AIMIMના મહેસાણા શહેર પ્રમુખ તરીકે અબ્દુલ્લાહખાન બાબીની નિમણૂક કરાઈ હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે સાજીદ ફારૂક મેમણ અને પ્રેમ કુમાર પરમારની સંગઠન મંત્રી તરીકે આરીફ હુસેન શેખ તેમજ વાસીમ ભાઈ મન્સૂરીની મંત્રી તરીકે નિમણુંક કરાઈ હતી. આ બોડીમાં મહેસાણા શહેરના દલિત અને ઠાકોર સમાજના કેટલાક યુવાનોએ AIMIMનો ખેસ ધારણ કરી ફોર્મ ભરી પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...