નશાની હાલતમાં ડ્રાઇવિંગ:અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલનો મોટો પુત્ર નંદાસણમાં અને નાનો પુત્ર શામળાજીમાં પીધેલી હાલતમાં ઝડપાયા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોનંગ પટેલની તસવીર - Divya Bhaskar
મોનંગ પટેલની તસવીર
  • નંદાસણ પોલીસે મોનંગ પટેલ અને તેના મિત્રોને નશાની હાલત ઝડપ્યા
  • શામળાજી પોલીસે પ્રિયેશ પટેલ અને તેની પત્ની કોમલ પટેલને ઝડપ્યા

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના બંને પુત્રો અને પુત્રવધુ દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યાં છે. રમણ પટેલનો મોટો પુત્ર મોનંગ પટેલ મહેસાણાના નંદાસણ પાસે નશાની હાલતમાં કાર ચલાવતો, જ્યારે નાનો પુત્ર પ્રિયેશ પટેલ અને તેની પત્ની અરવલ્લીના શામળાજી પાસે દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયા છે.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલનો નાનો પુત્ર પ્રિયેશ અને તેની પત્ની કોમલ બંને શામળાજી પાસે નશાની હાલતમાં ઝડપાયા હતા. તો બીજી બાજુ મહેસાણા જિલ્લાના નંદાસણ પાસે નસાની હાલતમાં વોલ્વો ગાડી લઈને આવી રહેલા મોટા પુત્ર મોનંગ પટેલ અને તેના મિત્રોને નશાની હાલતમાં નંદાસણ પોલીસે ઝડપી પાડ્યા હતા.

શામળાજી પોલીસે પ્રિયેશ અને તેની પત્ની કોમલ સામે, જ્યારે નંદાસણ પોલીસે મોનંગ પટેલ, વિશ્વનાથ રાવલ અને નિકુંજ પટેલ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...