24 કલાકે પણ ભાળ નહીં:કડીના ચારોલ ગામે પાણીના વહેણમાં ડૂબેલા યુવકનો હજી પણ કોઇ પત્તો નથી, મહેસાણા અને અમદાવાદની ફાયર ટીમો કામે લાગી

મહેસાણા3 મહિનો પહેલા
  • ગઇકાલે સવારે યુવક પાણી જોવા જતા વહેણમાં ડૂબી ગયો હતો

મહેસાણા જિલ્લામાં બે દિવસ અગાઉ કેટલાક વિસ્તારોમાં મેઘો મન મૂકી વર્ષ્યો હતો ત્યારે જિલ્લાના કડી તાલુકામાં આવેલા ચારોલ ગામે એક યુવક ખેતરમાં જતા સમયે વરસાદી પાણીના વહેણમાં ડૂબી જવાની ઘટના સામે આવતા ગામમાં દુઃખની લાગણી છવાઈ હતી. ગઈ કાલે સવારે તંત્રને જાણ કરવા છતાં સાંજ સુધી કોઈ મદદ મળી નહોતી.આજે સવારે મહેસાણા અને અમદાવાદની ટીમો દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે, પરંતુ બનાવને 24 કલાક પછી પણ હજી સુધી યુવાનની કોઇ ભાળ ન મળતા ગ્રામજનો ચિંતાતુર બન્યા છે.

બે મિત્રો સવારે ખેતરે જવા નીકળ્યા, એક ડૂબ્યો
કડી તાલુકામાં આવેલા ચારોલ ગામે બે યુવક જેમાં 30 વર્ષીય અમરતજી અંબારામ ઠાકોર અને જવાનજી ઠાકોર નામના બે મિત્રો ગઇકાલે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં પોતાના ખેતરે ગયા હતા, જ્યાં જવાનજી ઠાકોર નામનો યુવક કુદરતી હાજતે ગયો હતો અને અમરતજી ઠાકોર નામનો યુવક થોડે આગળ પાણીના વહેણ નજીક પાણી જોવા જતા તે પાણીમાં તણાઈ ગયો હતો.

યુવકને ડૂબેલો જોઈ બીજો મિત્ર ગામમાં મદદ માટે દોડી આવ્યો
વહેલી સવારે ખેતરે જવા નીકળેલા બે મિત્રો માંથી એક મિત્ર પાણીના વહેણમાં ડૂબી જતા ત્યાં રહેલા બીજા મિત્રને જાણ થતાં તે મદદ માટે ગામમાં દોડી આવી બુમાબુમ કરી મૂકી હતી બાદમાં ગામના લોકો તળાવ નજીક દોડી આવી સ્થાનિક લોકોએ શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...