મહેસાણાથી આબુ સાયકલ રેસ:62 વર્ષની વયે ગુરુશિખર સર કરનાર અમદાવાદના સાયકલિસ્ટ પિયૂષ શાહે કહ્યું, ‘40 વર્ષની ઉંમર બાદ નવું જીવન જીવી રહ્યો છે’

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પિયૂષભાઈ શાહ, સાયકલિસ્ટ - Divya Bhaskar
પિયૂષભાઈ શાહ, સાયકલિસ્ટ
  • સુરતના નેશનલ સાયક્લિસ્ટ યોગેશ કટારિયા માત્ર 6 કલાક 55 મિનિટમાં રેસ પૂર્ણ કરી પ્રથમ નંબરે

મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબ દ્વારા રવિવારે મહેસાણાથી માઉન્ટ આબુ 183 કિલોમીટરની સાયકલ રેસ યોજાઇ હતી. ગુરૂશિખર ચેલેન્જ નામે યોજાયેલી આ રેસમાં ગુજરાતભરમાંથી 58 સાયક્લિસ્ટોએ ભાગ લીધો હતો. જે પૈકી 31 સ્પર્ધકોએ સમયમર્યાદામાં રેસ પૂરી કરી હતી. જેમાં સુરતના નેશનલ કક્ષાના સાયક્લિસ્ટ યોગેશ કટારિયા માત્ર 6 કલાક 55 મિનિટમાં રેસ પૂર્ણ કરી પ્રથમ નંબરે રહ્યા હતા. ઇન્ડિયન સાયકલ કલબના 40 વોલેન્ટિયર્સે સવાર 4.30થી સાંજના 5 વાગ્યા સુધી સેવા આપી હતી.

અમદાવાદના પિયૂષભાઈ શાહે કહ્યું કે, 62 વર્ષની ઉંમરે મેં 10 કલાક 35 મિનિટમાં આ રેસ પૂરી કરી. આ અગાઉ 100 દિવસમાં 10 હજાર કિલોમીટર સાયકલ ચલાવી ચૂક્યો છે. છેલ્લા 23 વર્ષથી રનીંગ કરું છું એટલે શારીરિક રીતે ફીટ છું. જીવનના 40મા વર્ષે મેં મારી જીવનશૈલી બદલી હતી. શરૂઆતમાં રનીંગ શરૂ કરી અને ત્યાર બાદ સાયક્લીંગ પણ શરૂ કરી. દરેક વ્યક્તિના જીવનમાં 40મા વર્ષે એક પડાવ આવે છે. કાંતો તે જે રીતે જીવે છે તે ચાલુ રાખે છે, કાંતો નવા જીવનની શરૂઆત કરી શકે છે.

સફળતા જોઇએ તો પહેલાં પ્લાનિંગ કરતાં શીખો
હું છેલ્લા પાંચેક વર્ષથી સાયકલ ચલાવી રહી છું. છેલ્લા 1 વર્ષથી આર્યનમેન સ્પર્ધા માટે પ્રેક્ટિશ ચાલે છે. મારી ક્ષમતાને પારખવા માટે મેં આ રેસમાં ભાગ લીધો હતો. 40+ની મહિલા કેટેગરીમાં મેં 8 કલાક 43 મિનિટમાં આ રેસ પૂર્ણ કરી પ્રથમ રહી. કોઇ પણ ક્ષેત્રમાં ઝંપલાવતાં પહેલાં પ્લાનિંગ કરો અને મનને મનાવી લો કે આ કામ મારે પૂર્ણ કરવાનું જ છે. આ જ વિચારધારાથી મેં પ્રથમ વખત 183 કિલોમીટર સાઇકલ ચલાવી અને વિજેતા પણ રહી. - ડો.હેતલ, સુરત

વિજેતા સાયક્લિસ્ટો
8-39 વર્ષ પુરુષ કેટેગરી

  • યોગેશ કટારિયા, સુરત
  • માનવ, સુરત
  • કેદાર, વડોદરા

40-59 વર્ષ પુરુષ કેટેગરી

  • મુકેશ પટેલ, મહેસાણા
  • જસપાલ ચૌધરી, મહેસાણા
  • ડો. નિર્ભય દેસાઈ, મહેસાણા

60+ પુરુષ કેટેગરી

  • પિયૂષભાઈ શાહ, અમદાવાદ

40+ મહિલા કેટેગરી

  • ડો.હેતલ, સુરત
અન્ય સમાચારો પણ છે...