તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોજેક્ટ:બેટરીથી ચાલતાં વાહનોના રિસર્ચ પ્રોજેક્ટ માટે અમદાવાદ અને મહેસાણા શહેરની પસંદગી થઇ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની સેપ્ટ યુનિ.ના પ્રતિનિધિની કલેકટર કચેરીમાં સંબંધિત વિભાગો સાથે બેઠક

ક્લાઇમેટ ચેન્જમાં પ્રદૂષણ ઓછંુ કરવાના વૈશ્વિક એજન્ડામાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં દોડતાં વાહનોને પેટ્રોલ, ડીઝલ, ગેસ અાધારિત કન્વેન્સનલ ફ્યુઅલથી બેટરી ઓપરેટ વાહનમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તેને લઇને સરકારી એજન્સીઓ સાથે મળી પ્રોજેક્ટ યુક્તિ તૈયાર કરાઇ રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશન અને મહેસાણા શહેરની આ પ્રોજેક્ટમાં કામ કરવા પસંદગી કરાઇ છે. જે અંગે બુધવારે મહેસાણા કલેકટર કચેરીએ રિક્ષા એસોસીએશનના પ્રતિનિધિઓ, જીપીસીપી, આરટીઓ, ટ્રાફિક પીઆઇ, ચીફ ઓફિસરની હાજરીમાં યોજાયેલી બેઠકમાં અમદાવાદની આર્કિટેક સેપ્ટ યુનિ.ના સદસ્યએ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું.

હવે બીએસ-6 વાહનો જ આરટીઓ પાસિંગમાં ફરજિયાત કરાયા છે તેમ ભાવિ આયોજનમાં વાહનોમાં ફ્યુઅલ ચેન્જ કરી પ્રદૂષણ ઘટાડાની દિશામાં કવાયત શરૂ કરાઇ છે.પંડિત દિનદયાલ ઉપાધ્યાય યુનિવર્સિટી- સેપ્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, યુ.કે.જી. યુનિ. ઓફ લીડ્સ, લંડનની બ્રુનેલ યુનિ. અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (જર્મી) આ ચાર સંસ્થા સંયુક્ત રીતે મોટા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વાહનોનાં ઓપરેશનલમાં કન્વેન્શનલ (પેટ્રોલ, ડીઝલ, ગેસ) ફ્યુઅલથી બેટરી ઓપરેશનલ વ્હીકલમાં કેવી રીતે બદલાવ કરી શકાય

રિક્ષા એસો.એ આ શક્યતાઓ વ્યક્ત કરી :

  • ઇ-રિક્ષામાં બેટરી આયુષ્ય 2 થી 3 વર્ષનું છે. નવી બેટરી રૂ.60 થી 70 હજારની આવે છે, જે રિક્ષાચાલકને ન પોસાય.
  • સીઅેનજી રિક્ષા સામે ઇ-રિક્ષાની લોડ ખેંચવાની ક્ષમતા,સ્પીડ ઘણી અોછી.
  • ઇ-રિક્ષામાં ખામી સર્જાય તો ગેરેજ અને સ્પેરપાર્ટસ ક્યાંથી મળશે.
  • 70 થી 80 કિલોમીટરે બેટરી ચાર્જનો ખર્ચ રૂ.100 થી 150નો રહેશે. જે સીએનજીના ઇંધણ ખર્ચ બરાબર છે. ઇંધણના બચતમાં ફાયદો નહીં થાય.
અન્ય સમાચારો પણ છે...