મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાં દસ્તાવેજ નોંધણીના પ્રમાણમાં ઉછાળો આવ્યો છે. વર્ષ 2021માં 53,865 દસ્તાવેજ નોંધાતાં સરકારને રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.33.35 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.195.62 કરોડ મળી કુલ રૂ.228.98 કરોડની આવક થઇ હતી. જ્યારે વર્ષ 2022માં 61,971 દસ્તાવેજોના રજીસ્ટ્રેશનમાં રૂ.40.60 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટીમાં રૂ.225.28 કરોડ મળી કુલ રૂ.265.88 કરોડની આવક થઇ છે. ખાસ કરીને દસ્તાવેજો પૈકી મિલકત લે-વેચના એવરેજ 60 ટકા દસ્તાવેજો હોઇ સરકારી તિજોરીમાં રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી પેટે બે વર્ષની તુલનાએ આવકમાં રૂ.37.94 કરોડનો વધારો થયો છે.
જ્યારે બાકી ભાડાપટ્ટા, દત્તક, છુટાછેડા, વહેંચણી વગેરે પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.મહેસાણા તાલુકા સબ રજીસ્ટ્રાર કચેરીના સુમાહિતગાર સૂત્રો મુજબ, મહેસાણા શહેર અને તાલુકામાં વર્ષ 2021માં ખેતી વિષયક જમીન વેચાણને લગતાં 1425 આસપાસ દસ્તાવેજ થયા હતા. જ્યારે વર્ષ 2022માં આવાં 1990 જેટલા દસ્તાવેજ થયાં છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણામાં મકાન, પ્લોટ, દુકાન, ઇન્ડસ્ટ્રીયલની સાથે સાથે ખેતી વિષયક જમીન લે-વેચના સોદામાં પણ વધારો થયો છે. ખાસ કરીને મકાન, પ્લોટના દસ્તાવેજો પૈકી 90 ટકા મોર્ગેજ લોનના થયા છે.
શહેરની આસપાસ બિનખેતીમાં રોકાણ વધ્યું
જેમ શહેર આસપાસનો વિસ્તાર ડેવલપ થઇ રહ્યો છે તેમ બિનખેતી એનએ થાય છે. સામે ઉપજની રકમથી અન્યત્ર ખેતીલાયક જમીનમાં રોકાણ પણ વધી રહ્યું છે. જેમાં મોટાભાગે આંતરિક ખેતજમીનોમાં રોકાણ વધ્યું હોય તેમ લાગે છે. જ્યારે મોટાભાગે મિલકત ખરીદીમાં બેંકિગ લોનનું પ્રમાણ વધું રહ્યું છે. જેમ પાંચોટ, બાયપાસ એરિયા ડેવલપ થતાં રોકાણ માટે બજાર સારું બન્યુ છે, તેમ આંતરિક વિસ્તારોની ખેતજમીનમાં પણ રોકાણ વધી રહ્યું છે. સરકારી પોલીસી, લોન સવલતોમાં ડેવલપ સ્કીમોમાં ખરીદી સારી રહેતાં દસ્તાવેજોના પ્રમાણમાં વધારો થયો હોઇ શકે છે. - હરેશભાઇ જોશી, ડેવલપર્સ
2021માં દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યુટી આવક | ||
તાલુકો | દસ્તાવેજ | સ્ટેમ્પ ડ્યુટી-ફી |
કડી | 18,029 | રૂ.111.18 કરોડ |
મહેસાણા | 16,572 | રૂ.65.99 કરોડ |
વિસનગર | 4,953 | રૂ.9.79 કરોડ |
વિજાપુર | 3,809 | રૂ.11.01 કરોડ |
ઊંઝા | 3,685 | રૂ.10.26 કરોડ |
બહુચરાજી | 2,602 | રૂ.11.28 કરોડ |
વડનગર | 1,407 | રૂ.2.71 કરોડ |
ખેરાલુ | 1,237 | રૂ.1.86 કરોડ |
જોટાણા | 975 | રૂ.4.15 કરોડ |
સતલાસણા | 599 | રૂ.70 લાખ |
કુલ | 53,865 | રૂ.228.98 કરોડ |
2022માં દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યુટી આવક | ||
તાલુકો | દસ્તાવેજ | સ્ટેમ્પ ડ્યુટી-ફી |
કડી | 20,936 | રૂ.133.87 કરોડ |
મહેસાણા | 18,828 | રૂ.77.14 કરોડ |
વિસનગર | 5,580 | રૂ.10.78 કરોડ |
વિજાપુર | 4,217 | રૂ.10.72 કરોડ |
ઊંઝા | 4,001 | રૂ.10.94 કરોડ |
બહુચરાજી | 2,903 | રૂ.9.69 કરોડ |
વડનગર | 1,746 | રૂ.3.10 કરોડ |
જોટાણા | 1,642 | રૂ.6.06 કરોડ |
ખેરાલુ | 1,287 | રૂ.1.63 કરોડ |
સતલાસણા | 831 | રૂ.1.90 કરોડ |
કુલ | 61,971 | રૂ.265.88 કરોડ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.