તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પેશિયલ ટ્રેન:આગ્રાફોર્ટ અને ગ્વાલિયર સ્પે. ટ્રેન મહેસાણા 20 મિનિટ પહેલાં આવશે, બંને ટ્રેનો હવે સાબરમતીથી ઉપડતાં સમયમાં ફેરફાર

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને ટ્રેનો પરત જતાં મહેસાણા સવા કલાક વહેલી આવશે

અમદાવાદ રેલવે સ્ટેશનથી ચાલતી અમદાવાદ-આગ્રાફોર્ટ અને અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ ટ્રેન 28 નવેમ્બરથી અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશનની જગ્યાએ હવે સાબરમતી સ્ટેશનથી ઉપડશે. આ બંને ટ્રેનોના સંચાલન સ્થળમાં થયેલા ફેરફારના કારણે તેના સમયમાં પણ પરિવર્તન થયું છે. જેને લઇ બંને ટ્રેનો મહેસાણા રેલવે સ્ટેશને 20 મિનિટ વહેલાં આવશે, જ્યારે રિટર્નમાં સવા કલાક વહેલી આવશે. ટ્રેન નંબર 02248 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 4.50 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 9.25 વાગે ગ્વાલિયર પહોંચશે.

તેવી જ રીતે ટ્રેન નંબર 02548 સાબરમતી-આગ્રાફોર્ટ સ્પે. 29 નવેમ્બર સાબરમતી સ્ટેશનથી સાંજે 4.50 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.15 વાગે આગ્રાકેંટ પહોંચશે. આ બંને ટ્રેનો અગાઉ મહેસાણા રેલવે સ્ટેશને સાંજે 5.58 વાગે આવતી અને 6 વાગે ઉપડતી હતી.

જે હવે 20 મિનિટ વહેલી એટલે કે સાંજે 5.38 વાગે આવશે અને 5.40 વાગે ઉપડશે. તેવી રીતે પરત આવતી ટ્રેન નંબર 02247 ગ્વાલિયર-સાબરમતી સ્પે. ટ્રેન ગ્વાલિયરથી રાત્રે 8.10 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.50 વાગે સાબરમતી પહોંચશે. ટ્રેન નંબર 02547 આગ્રાકેંટ-સાબરમતી સ્પે. આગ્રાથી રાત્રે 11.10 ઉપડશે અને બીજા દિવસે સવારે 11.50 વાગે સાબરમતી સ્ટેશન પહોંચશે. બંને ટ્રેનો અગાઉ મહેસાણા રેલવે સ્ટેશને સવારે 11.46 વાગે આવતી અને 11.48 વાગે ઉપડતી હતી.જે હવેથી સવા કલાક વહેલી એટલે કે સવારે 10.28 વાગે આવશે અને 10.30 વાગે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...