તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને શાળાની ફી મામલે 7 જુલાઈથી દરેક તાલુકામાં આંદોલન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસ કારોબારી બેઠકમાં શિક્ષણ ફી, કોરોના મૃતકોને વળતર સહિત 4 ઠરાવ કરાયા

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં શુક્રવારે મળેલી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં ઈંધણનો ભાવ વધારો, કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે રાજ્ય સરકાર અત્યારથી જ કાર્યવાહી કરે, કોરોનાથી મોત થયંુ હોય તેવા પરિવારના વારસદારોને રૂ.4 લાખનું વળતર મળે તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરવા તેમજ કોરોનામાં ઘણા પરિવારોએ રોજગારી ગુમાવી હોવાથી શાળા-કોલેજોમાં લેવાતી ફીમાં વાલીઓને રાહત મળે તે માટે આંદોલન કરવા સહિત 4 ઠરાવ કરાયા હતા. મહેસાણા જિલ્લામાં કોરોનાથી 1282 લોકોના મોત થયા હોવાનો દાવો કરી તમામને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી અપાઇ હતી.

બેઠકમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય ભરતજી ઠાકોર પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, કાર્યકારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માનસિંહ ઠાકોર, પૂર્વ સાંસદ અલકા ક્ષત્રિય, સાગર રાયકા, નરેશ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તબક્કે જિલ્લા કોંગ્રેસ દ્વારા 4 ઠરાવો કરાયા હતા. જેને તમામ સભ્યોએ મંજૂર કર્યા હતા.

ઠરાવો મંજૂર કરાયા બાદ આગામી 7 જુલાઈથી દરેક તાલુકામાં કાર્યક્રમો કરવા અને 31 જુલાઈ સુધીમાં કોરોનામાં મરણ પામેલા લોકોના પરિવારના ઘેર જઈને પરિવારને સાંત્વના આપવાનું આયોજન કરાયું હોવાનું તેમજ જિલ્લા સંગઠનની રચના ઝડપી થાય તેવી કાર્યવાહી કરવા પ્રદેશ પ્રમુખ સમક્ષ માગણી કરાઇ હોવાનું કાર્યકારી જિલ્લા પ્રમુખ માનસિંહ ઠાકોરે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...