પાલિકાનું અલ્ટીમેટમ:મહેસાણામાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીએ સિક્યોરિટી ડિપોઝીટ ન ભરતા અલ્ટીમેટમ

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી વિભાગે એજન્સીને ડિપોઝીટ ભરવા લેખિત જાણ કરી

મહેસાણા શહેરમાં રખડતા ઢોર પકડવનો કોન્ટ્રાક્ટ અધ્ધ વચ્ચેથી છોડી દીધા બાદ બીજી વખત ટેન્ડર ભરી ઊંચા ભાવે કામ રાખનાર કોન્ટ્રાક્ટરે સિક્યુરિટી ડિપોઝીટ ન ભરતા અને એગ્રીમેન્ટ કરવા ન આવતા પાલિકાએ તેને અલ્ટીમેટમ આપ્યું છે, હવે તે નહીં આવે તો ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરી બીજી એજન્સીને કામ સોંપી દેવામાં આવશે.

ચિફ ઓફિસર અલ્પેશ પટેલે જાણવ્યું કે, પાલિકા દ્વારા જાકબભાઈ સિંધીને એક ઢોર પકડવના રૂ 1700 લેખે કોન્ટ્રાક્ટ આપયો છે, જેમાં ગયો પકડી પાંજરાપોળ સુધી પહોચાડવાની રહેશે. જ્યારે પાંજરાપોળની ડિપોઝીટની રકમ પાલિકા ભરપાઈ કરશે. નવેસરથી કરાયેલા ટેન્ડર પ્રક્રિયામાં પણ જાકબભાઈ સિંધીને કામ આપ્યા બાદ પાલિકાએ યાદી આપવા છતાં હજુ સુધી જાકબભાઈ સિંધી સિક્યોરીટી ડિપોઝીટ જમા કરાવવા ન આવતા પાલિકાએ તેમણે અલ્ટીમેંટમ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...