મહેસાણાના મુખ્ય માર્ગ પર જર્જરીત હાલતમાં ઊભેલા મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર આગળ રવિવારે ગુર્જરી બજારમાં પાથરણાં, લારીઓ ન ગોઠવાય તે માટે નગરપાલિકા દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. બિલ્ડિંગ જર્જરીત હોઇ સાવચેતીના ભાગરૂપે સવારથી જ અહીં ચાર માણસને ફરજમાં મૂકાયા હતા. લારી કે પાથરણાં લઇને આવતા ફેરિયાઓને ખદેડી મૂકાયા હતા.
ગાંધી શોપિંગ સેન્ટરના વેપારીઓને સોમવારથી રિપેરિંગ કામ શરૂ કરવા નગરપાલિકા દ્વારા અલ્ટીમેટમ અપાયા બાદ રવિવારે પ્રથમ માળની દુકાનોના કેટલાક વેપારીઓ દુકાનથી સામાન અન્યત્ર શિફ્ટ કરવા લાગ્યા હતા.અહિયા ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળમાં ચાર જેટલા વેપારીએ દુકાનથી સામાન અન્ય જગ્યાએ લઇ જવા માટ સવારથી કામગીરી શરૂ કરી હતી,
અન્ય કેટલાક વેપારીઓ પણ તૈયારીમાં જોવા મળ્યા હતા. આ દરમ્યાન નગરપાલિકા દ્વારા ગાંધી શોપીગ સેન્ટર આગળ રસ્તા સાઇડમાં બેરીકેટ યથાવત રાખ્યા હતા. જોકે દર રવિવારે અહિયા દુકાનો આગળ રસ્તામાં ગુર્જરી બજારમાં લાઇનસર પાથરણા અને લારીઓ ખડકીને નાનીમોટી ચીજવસ્તુઓનું વેચાણમાં ફેરીયા ગોઠવાતા હોય છે. ત્યાં આ બિલ્ડીગ જર્જરીત હોઇ રીનોવેશનની તાકીદ કરાઇ છે ત્યારે રસ્તા સાઇડ કોઇ હોનારત ન થાય તેની તકેદારીના ભાગરૂપે નગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા ચાર કર્મીને દેખરેખ માટે સવારે ફરજમાં મૂકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.