મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલાની ધમાલ:ખુરસીઓ ઠેકી ઘૂસ્યો, લોકોએ બચવા માટે ઝંડા ઉગામ્યા; ગેહલોતે સ્પીચ બદલી મજા લીધી

મહેસાણા2 મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર તેજ ગતિએ ચાલી રહ્યો છે. ત્યારે આજે મહેસાણામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી. જેમાં સભા ચાલુ હતી ત્યારે આખલો ઘુસી આવ્યો હતો. જેથી અફરાતફરી મચી હતી. થોડા દિવસો પહેલાં ભાજપની સભામાં બે જગ્યાએ સાપ આવ્યો હોવાની ઘટના બન્યા બાદ આજે મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલાએ આતંક મચાવ્યો હતો.ઘટના બાદ ગહેલોતે કહ્યું , 'નાનપણથી જોવું છું, કોંગ્રેસની સભામાં ભાજપવાળા માણસની જગ્યાએ ગાયો મોકલી દે છે'.

સભામાં આખલાની એન્ટ્રી
વિધાનસભા ચૂંટણીને જીતવા તમામ પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે મહેસાણામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ સભા ચાલી રહી હતી ત્યારે અચાનક એક આખલાએ એન્ટ્રી મારી હતી જેથી સભામાં દોડધામ મચી ગઈ હતી. અશોક ગેહલોત ભાષણ કરી રહ્યા હતા. તે દરમિયાન જ આખલાની એન્ટ્રી થઈ હતી. જેથી લોકોએ બૂમાબૂમ મચાવી દીધી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભામાં ઉપસ્થિત હતા
મહેસાણા શહેરના હીરાનગર ચોકમાં કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જગદીશ ઠાકોર તેમજ પ્રભારી રઘુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સાંજે સભા ચાલુ હતી, ત્યારે એક આખલો એકા એક સભામાં ઘુસી આવ્યો હતો. આખલાને જોઈને લોકો ખુરશીઓ લઈને આમ તેમ દોડવા લાગ્યા હતા. જે ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જતા લોકોમાં નાશભાગ મચી હતી. આખલાએ સભામાં આતંક મચાવ્યો હતો. જેથી લોકો જીવબચાવીને આમ તેમ ભાગવા લાગ્યા હતા. એક તરફ સભા ચાલુ હતી અને બીજી તરફ આખલો આફત બનીને આવ્યો હતો. લોકોએ ખુરશીઓ ઉઠાવી લઈ બચવાનો પ્રયાસ કર્યો હતો.

જંબુસર અને દહેગામની સભામાં સાપ ઘુસ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંબુસર અને દહેગામમાં યોજાયેલી સભા દરમિયાન પણ સાપ નિકળવાની ઘટના બની હતી. જંબુસરમાં વડાપ્રધાનની સભા શરૂ થતા પહેલા અને દહેગામમાં સભા પુરી થયા બાદ સાપ નિકળ્યો હતો. જેથી દોડધામ મચી હતી. જંબુસર ખાતે વડાપ્રધાનની ચૂંટણીસભા યોજાઈ હતી. જોકે તેમના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો, જેથી અફરાતફરી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

જંબુસરની સભામાં સાપ ઘુસ્યો હતો.
જંબુસરની સભામાં સાપ ઘુસ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. લોકોએ તેમજ પોલીસકર્મીઓએ સાપને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાપે દેખા દેતાં થોડીવાર માટે લોકોની બૂમાબૂમથી માહોલ ગરમાયો હતો. લોકો ખુરસીઓ ઉપાડીને સાપથી બચવાનો પ્રયાસ કર્યો હતો. સભા મંડપમાં સાપ નીકળતાં અંતે એક પોલીસ જવાને બહાદુરી બતાવી તરત જ સાપને પકડી રેસ્ક્યૂ કરી લીધો હતો. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...