તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધસારો:કોરોનાની બીજી લહેર પછી મહેસાણા પાસપોર્ટ કેન્દ્રમાં ધસારો, રોજની એપોઇન્ટમેન્ટ 40થી વધારી 80 કરાઇ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટઓફિસ સ્થિત કેન્દ્રમાં હાલ ત્રણ દિવસનું ઓનલાઇન એપોઇન્ટમેન્ટમાં વેઇટિંગ

કોરોનાની બીજી લહેર પછી મહેસાણા પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવાકેન્દ્રમાં કામગીરી શરૂ કરાતાં પાસપોર્ટ કઢાવવા માટે ધસારો વધી રહ્યો છે. જેને લઇ ત્રણ દિવસ સુધી ઓનલાઇન એપોઇન્ટમેન્ટમાં વેઇટિંગ હોઇ હાલમાં તા. 21મીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે. રોજ ઓનલાઇન 40ને મળતી એપોઇન્ટમેન્ટ હવે બુધવારથી વધારીને ડબલ એટલે કે 80 કરાશે.

દોઢ મહિના પછી મહેસાણા પોસ્ટઓફિસ સ્થિત પાસપોર્ટ સેવાકેન્દ્ર 8 જૂનથી પુન: ખુલ્યું છે. જેમાં રોજ 40 અરજદારોને ઓનલાઇન એપોઇન્ટમેન્ટના સમય મુજબ કેન્દ્રમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં લેવાઇ રહ્યા છે. સવારે 9 થી બપોરે 3 સુધી કાર્યરત કેન્દ્રમાં હાલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન, અપલોડ, અરજદારનો કોમ્પ્યુટરબેઝ ફોટો, ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરીમાં માત્ર બે કર્મચારીઓ હોઇ એક અરજદાર પાછળ એવરેજ 15 મિનિટ નીકળી જાય છે. જોકે, હવે બુધવારથી 40ના બદલે 80 અરજદારો રોજ આવતા થશે. જેમાં એક વધુ કર્મચારી ફાળવાતાં કામકાજમાં ગતિ આવશે તેવું કેન્દ્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અહીં કેન્દ્રમાં એક કોમનરૂમમાં અરજદારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને અંદરના રૂમમાં અરજદારનો ફોટો, ફિંગરપ્રિન્ટ અને ડોક્યુમેન્ટ અપલોડ થતાં હોઇ અરજદારોને બેસવા જગ્યા નાની પડી રહી છે.

સૂત્રોએ કહ્યું કે, હાલમાં પાસપોર્ટ કઢાવવા માટે ઓનલાઇન મહેસાણા કેન્દ્રની એપોઇન્ટમેન્ટ લેવામાં અરજદારને તા.21મી દર્શાવાઇ રહી છે એટલે ત્યાં સુધી અરજદારોનું વેઇટિંગ છે. જેમાં શનિ-રવિવાર બાદ કરીએ તો આગામી શુક્રવાર સુધી પાસપોર્ટ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં ઓનલાઇન વેઇટિંગ છે. કેન્દ્રમાં ડોક્યુમેન્ટ ચકાસણી વગેરે પ્રક્રિયા પછી સીધી પોલીસ ઇન્કવાયરી અરજદારના ઘરે થઇને પાસપોર્ટ માટેની કામગીરી પૂર્ણ થયે તૈયાર પાસપોર્ટ અરજદારના ઘરે સ્પીડપોસ્ટથી મોકલાય છે. જેથી અરજદારે અમદાવાદ સુધી જવાનું થતું નથી.

અન્ય સમાચારો પણ છે...