ગઈકાલે કડી પોલીસના નાક નીચેથી સ્ટેટ મોનીટરીંગ સેલે વિડજ ગામમાં પુણીયા તલાવડીના કિનારે ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ મારી હતી. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે650 લીટર દેશી દારૂ, 18400 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આજેકડી પોલીસ જાગી જતા વિડજ સીમ જાદવપુરા રોડ પર આવેલી પડતર જમીન માંથી દેસીદારૂના અડ્ડા પર તવાઈ બોલાવી હતી. જ્યાં એક કેરબામાંથી 35 લીટર દેશી દારૂ અને 40 બેરલમાં દેશી દારૂ ગાળવાનો 8000 લીટર વોશ મળી કુલ 16 હજાર 700 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કડી પોલીસે બાતમી આધારે વિડજના પટેલ મુકેશભાઈ અમૃતભાઈ સોમદાસ પટેલના ખેતરમાં ચાલતા દેશીદારૂ ગાળવાની જગ્યા પર રેડ મારી હતી. જ્યાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પટેલ મુકેશ સામે કડી પોલીસ મથકમાં પ્રોહીબિશન અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વનું છેકે ગઈકાલે કડી તાલુકામાં ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલે વિડજમાં દેશીદારુના અડ્ડાપર રેડ મારી હતી જ્યાંથી 5 ઈસમો ઝડપાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.