તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:મહેસાણા સિવિલમાંથી કેદી ભાગી ગયા બાદ કેમેરા યોગ્ય જગ્યાએ લગાવાયા

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે વિજાપુર સબજેલનો કેદી ભાગી ગયો હતો

મહેસાણા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કેદીઓની સારવાર માટે રખાયેલા પોલીસ જાપ્તા રૂમમાંથી શનિવારે વિજાપુર સબજેલનો કેદી ભાગી ગયાની ઘટના બની હતી. આ ઘટનામાં ટ્રોમા સેન્ટરના સીસીટીવી કેમેરા યોગ્ય જગ્યાએ લાગેલા નહી હોવાની બેદરકારી બહાર આવી હતી. તેના પગલે સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટે પોલીસ જાપ્તા રૂમની બહારનો ભાગ સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે મંગળવારે સીસીટીવી કેમેરા લગાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...