• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • After The Onset Of Monsoon In North Gujarat, Water Will Continue To Flow In 6 Demos, But Due To Low Water Storage, Water Scarcity Will Start In Early Summer.

મુશ્કેલી:ઉત્તર ગુજરાતમાં ચોમાસાની વિદાયના સપ્તાહ પછીયે 6 ડેમોમાં પાણીની આવક ચાલુ,છતાં ઓછા જળસંગ્રહના કારણે ઉનાળાના આરંભે જ પાણીની ખેંચ વર્તાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાના સીપુ ડેમ સાવ ખાલીખમ પડ્યો છે. - Divya Bhaskar
બનાસકાંઠાના સીપુ ડેમ સાવ ખાલીખમ પડ્યો છે.
  • ઉત્તર ગુજરાતના 15 ડેમમાં કુલ ક્ષમતાના 36.81% એટલે કે 71019 કરોડ લિટર નવું પાણી આવ્યું, પરંતુ ગત વર્ષ કરતાં 45.04% ઓછું
  • ધરોઇ ડેમ અડધો ખાલી રહ્યો, ગત વર્ષે 81,157 કરોડ સામે આ વર્ષે 37831 કરોડ લિટર પાણી જ આવ્યું
  • બનાસકાંઠાના સીપુ, મુક્તેશ્વર, દાંતીવાડા અને સાબરકાંઠાના ગુહાઇ ડેમમાં 14%થી ઓછું પાણી

ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લીધાને એકાદ સપ્તાહ થઇ ગયું છે. છતાં 15માંથી 6 ડેમોમાં હજુ પાણીની આવક ચાલુ રહી છે. 16 ઓક્ટોબરની સ્થિતિએ ચાલુ સાલે કુલ ક્ષમતાના 36.81% જળસંગ્રહ થયું છે. જે ગત વર્ષે 81.85% જળસંગ્રહ થયું હતું. આમ, ગત વર્ષ કરતાં ચાલુ સાલે 45.04% ઓછું જળસંગ્રહ થયું છે. જોકે, 6 ડેમમાં હજુ પાણીની આવક ચાલુ હોઇ જળ સંગ્રહમાં થોડો વધારો થઇ શકે છે.

ઉત્તર ગુજરાતના ધરોઇ, દાંતીવાડા, લાંક, જવાનપુરા, મેશ્વો અને ગોરઠીયા ડેમમાં પાણીની આવક હજુ ચાલુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના 15 જળાશયોની કુલ ક્ષમતાના 36.81% સાથે 71,019 કરોડ લિટર જળસંગ્રહ થયું છે. નિષ્ણાતના મતે, હજુ દસેક દિવસ 6 ડેમમાં પાણીની આવક ચાલુ રહેવાની શક્યતા હોઇ થોડું ઘણું જળસંગ્રહ વધી શકે છે.

બીજી બાજુ, ગત વર્ષે 81.85% સાથે 1,57,904 કરોડ લિટર જળસંગ્રહ થયું હતું. આ વર્ષે 16 ઓક્ટોબરની સ્થિતિએ ગત વર્ષ કરતાં 86,885 કરોડ લિટર (45.04%) ઓછું જળસંગ્રહ થયું છે.

15 જળાશયોમાં જળસંગ્રહની સ્થિતિ

જિલ્લોજળાશય20202021વધ-ઘટ
મહેસાણા18115737831-43326
બનાસકાંઠા3294406682-23258
સાબરકાંઠા568623614-3248
અરવલ્લી64044622892-17554
કુલ1515790471019-86885

(નોંધ : 16 ઓક્ટોબરની સ્થિતિએ જળસંગ્રહની સ્થિતિ કરોડ લિટરમાં)

છેલ્લા 2 વર્ષમાં 15 ડેમમાં ભરાયેલ પાણીની વિગત

જળાશય20202021
ધરોઇ99.81%46.52%
મુક્તેશ્વર54.25%12.40%
દાંતીવાડા67.71%15.68%
સીપુ6.70%0.75%
વાત્રક88.60%50.94%
ગુહાઇ50.34%14.06%
માઝુમ97.94%73.29%
હાથમતી100%42.46%
લાંક80.47%38.49%
જવાનપુરા100%100%
હરણાવ-299.50%64.76%
મેશ્વો100%74.10%
વૈડી99.22%96.70%
ખેડવા76.16%76.16%
ગોરઠીયા99.61%99.61%

ઉનાળો શરૂ થતાંની સાથે પાણીની ખેંચ વર્તાશે

એક્સપર્ટના મત મુજબ, 15 પૈકી માત્ર 4 જળાશય એવા છે કે, જેમાં 76%થી વધુ જળસંગ્રહ, 3 જળાશયમાં 51% થી માંડી 75% સુધીનું જળસંગ્રહ થયું છે. જ્યારે 8 જળાશય એવા છે કે જેમાં 50%થી ઓછું જળસંગ્રહ થયું છે. ઓછા પાણીના આ જથ્થાથી શિયાળાની ઋતુ પૂરી થવા સુધીમાં 5 ડેમમાં વપરાશલાયક પાણીનો જથ્થો પૂરો થઇ જશે. ઉનાળો શરૂ થતાંની સાથે પાણીની ખેંચ વર્તાશે.

મહેસાણા જિલ્લામાં આ ચોમાસામાં 22.64 ટકા વરસાદની ઘટ રહી
જિલ્લામાં સરેરાશ 22.40 ઇંચ વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી છે. 22.64% વરસાદની ઘટ સાથે છેલ્લા 34 વર્ષમાં 12મું સૌથી નબળુ ચોમાસુ રહ્યું છે. સાૈથી ઓછો 5.56 ઇંચ વરસાદ 1987માં, જ્યારે સૌથી વધુ 56.84 ઇંચ વરસાદ 2006માં નોંધાયો હતો. ચાલુ ચોમાસામાં 7 વ્યક્તિ અને 24 પશુનાં મોત થયાં છે. જેમાં 7 પૈકી 6 વ્યક્તિના મોત વીજળી પડતાં થયાં છે. વર્ષ 2020માં 7 પૈકી 2 માનવમૃત્યુ અને 25 પૈકી 19 પશુનાં મોત વીજળી પડવાથી થયા હતા. 10 વર્ષમાં સાૈથી વધુ 12 માનવ મૃત્યુ 2013ના ચોમાસામાં, જ્યારે 2015ના ચોમાસામાં સાૈથી વધુ 1200 પશુનાં મોત થયા હતા.

34 વર્ષમાં સૌથી નબળાં 5 ચોમાસા​​​​​​​

વર્ષવરસાદ
19875.56 ઇંચ
201811.20 ઇંચ
200011.56 ઇંચ
200211.80 ઇંચ
199515.52 ઇંચ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...