તપાસ:પાલિકા બાદ હવે ફૂડ વિભાગની મહેસાણામાં તપાસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરામાં પાણીપુરીના ત્રણ વિક્રેતા પાસેથી 10 કિલો સડેલા બટાકાનો નાશ કરાયો

મહેસાણામાં મંગળવારે પાલિકા દ્વારા સિટી-2માં પાણીપુરી સહિત ખાદ્યચીજવસ્તુ બનાવતા વિક્રેતાઓના 7 સ્થળોએ તપાસ કરી 800 કિલોથી વધુ સડેલા બટાકોનો જથ્થો પકડ્યા બાદ બુધવારે ફૂડ વિભાગે પરા વિસ્તારમાં પાણીપુરી બનાવતા ત્રણ વિક્રેતાના ત્યાં તપાસ કરી હતી. ફૂડ ઇન્સપેક્ટર દ્વારા તપાસમાં બિન આરોગ્યપ્રદ 10 કિલો બટાકા મળી આવતાં જપ્ત કરી નાશ કરાયા હતા. પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...