• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • After The Engagement In Mehsana Village, A Quarrel Broke Out Between The Young Men And Women Living On Friendship Agreement By Sowing Seeds Of Superstition.

સમાધાન:મહેસાણાના ગામમાં સગાઈ બાદ મૈત્રી કરારથી રહેતાં યુવક-યુવતી વચ્ચે વહેમનાં બીજ રોપાતાં ઝઘડા થયા

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 181ની ટીમે મંદિરમાં લગ્ન કરાવવાની ખાતરી આપી મેળ કરાવ્યો

મહેસાણાના એક ગામની યુવતીએ સગાઈ કરનાર યુવક સાથે મૈત્રી કરારથી રહેવાનુ શરૂ કર્યા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં તૂટવાની અણી ઉપર આવેલા બંનેના સંસારને 181 મહિલા અભયમ ટીમે બચાવી લીધો હતો. મૈત્રી કરારથી રહેતા યુવક-યુવતી વચ્ચે ઝઘડો થતાં રીસાઈને પિયરમાં રહેલી યુવતીને ગર્ભ રહ્યાની જાણ થતાં લગ્નજીવન બચાવવા 181 અભયમ ટીમની મદદ માંગી હતી.

મહેસાણાના એક ગામની યુવતીની સગાઈને 3 વર્ષ થવા છતાં પિતાની આર્થિક સ્થિતિ સારી નહી હોવાથી લગ્નની રાહ જોયા વગર યુવકની વાતોમાં આવીને પરિવારજનોની મરજી વિરૂદ્ધ મૈત્રી કરારથી સાથે રહેવા લાગ્યા હતા. પતિ નોકરી કરતો હોવાથી સતત ઘરની બહાર રહેતો હતો અને પત્ની પણ એકલી ઘરે રહેતી હોવાથી બંને વચ્ચે શંકાના બીજ રોપાયા હતા. પરિણામે યુવતી રીસાઈને પિયર રહેવા ચાલી ગઈ હતી. પિયર રહેવા ગયા બાદ તેણીને બે માસનો ગર્ભ હોવાની જાણ થતાં મૂંઝવણમાં મૂકાઈ હતી. યુવતીએ સાસુ-સસરાને વાત કરતાં તેઓએ મંજૂર વગર મૈત્રી કરાર કરીને અલગ રહેવા ગયા હોવાથી હાથ ખંખેરી લીધા હતા.

તેથી યુવતીએ 181 મહિલા અભયમ ટીમને કોલ કરીને મદદ માંગી હતી. 181 ટીમે યુવતીની હકીકત જાણીને યુવક-યુવતીના પરિવારોને ભેગા કરી કાઉન્સેલીંગ કર્યુ હતુ. યુવક અને યુવતીએ કંઈપણ નહી હોવા છતાં ખોટી શંકા કરી હોવાનું કાઉન્સેલીંગમાં જાણવા મળ્યુ હતુ. જ્યારે ત્રણ દિવસમાં સમાજને સાથે રાખી મંદિરમાં લગ્ન કરાવવાની ખાતરીએ બંને વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ. સમાધાન થયા બાદ 181 મહિલા અભયમ ટીમની હાજરીમાં યુવક અને યુવતીના બંને પરિવારોએ લગ્ન કરાવતા બંને વચ્ચે ઉભી થયેલી તિરાડ સંધાઈ જતાં સુખદ અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...