જોટાણા નજીક કાનપુરા ખાતે રહેતા ત્રણ પાકિસ્તાની નાગરિકો દ્વારા રેશનિંગ કાર્ડ કઢાવ્યા હોવાનું બહાર આવતાં જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ તેની તપાસ એસઓજીને સોંપી છે. આ રેશનિંગ કાર્ડ મામલે જોટાણાના નાયબ મામલતદાર કિરણસિંહ વિહોલનું તપાસ અર્થે મંગળવારે નિવેદન લેવામાં આવ્યું હોવાનું અને તપાસ કરતાં આ નાગરિકોએ રેશનકાર્ડ જાન્યુઆરી 2022માં કઢાવ્યા હોવાનું એસઓજીના પીઆઇ ભાવેશ રાઠોડે જણાવ્યું હતું. બીજી તરફ, ઘણા સમયથી ચાલી રહેલી ચૂંટણી કાર્ડની તપાસ અંતિમ તબક્કામાં હોઇ આગામી એક-બે દિવસમાં જવાબદારો સામે ફરિયાદ દાખલ થઈ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
રેશનકાર્ડ બાબતે કોઈ સ્પષ્ટતા ન હોઇ માર્ગદર્શન માગ્યું છે
જિલ્લા પુરવઠા અધિકારી શિવરાજસિંહ ગિલવાએ જણાવ્યું કે, લોંગ ટર્મ વિઝા અંતર્ગત ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકો માટેની ગાઈડ લાઈનમાં રાશનકાર્ડ બાબતે કોઈ સ્પષ્ટતા ન હોવાથી અમે ગાંધીનગર વિભાગીય માર્ગદર્શન માગ્યું છે અને તે આવી ગયા બાદ કાર્યવાહી કરાશે.
આ 3ના રેશનકાર્ડ નીકળ્યા
1. ઠાકોર મેઘીબેન પોપટભાઈ
2. ઠાકોર વીરુભાઈ ગંગુભાઈ
3. ઠાકોર જીવાભાઈ સૂંધાભાઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.