• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • After The Death Of Her Husband In Corona, Vidyaben Of Mehsana Did Not Lose Her Courage And Got Herself To Her Feet By Lorrying Food And Drink.

વુમન્સ ડે સ્પેશિયલ:કોરોનામાં પતિના અવસાન બાદ પરિવારમાં કોઈ ન રહેતા મહેસાણાના વિદ્યાબેને હિંમત ન હારી, ખાણી પીણીની લારી કરી પગભર થયા

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે વુમન્સ ડે છે, ત્યારે મહિલાઓના આ ખાસ દિવસ પર આજે તમને એક એવી મહિલાની મુલાકાત કરાવવા જઇ રહ્યા છીએ કે જેના પરિવારમા કોરોના દરમિયાન પતિનું નિધન થયા બાદ ઘરમાં કોઈ જ કમાવનારું ન રહ્યું.. છતાં હિંમત હાર્યા વિના હોમ સાયન્સનો અભ્યાસ કરેલા વિદ્યાબેને જેમ તેમ કરી પોતાના ભગ પર ઉભા રહી આજે પોતાની ખુદની નાસ્તાની લારી ચાલુ કરી પોતે પગભર થયા છે.

કોરોના કાળમા પતિનું નિધન થયું
મહેસાણા શહેરમાં માલગોડાઉન રોડ પર આવેલ ચંદ્ર કોલોનીમા રહેતા વિદ્યાબેન ઠાકોરના પતિનું કોરોના બાદ નિધન થઈ જતા પરિવારમાં કમાવનાર કોઈ ન રહેતા તેઓ ભાગી પડ્યા હતા.વિદ્યાબેનની દીકરી માતાને એકલી જોઈ પોતાના સાસરે રહેલા લઇ ગઈ ત્યાં વિદ્યાબેન 1 વર્ષ દીકરીના સાથે રહ્યા હતા.

BA હોમ સાયન્સ અભ્યાસ કરેલ વિદ્યાબહેને પગ ભર થવા નાસ્તાની લારી ચાલુ કરી
કોરોના કાળમાં પતિના નિધન બાદ એકલા પડી ગયેલા વિદ્યાબેન પોતાની દીકરી સાથે તેના સાસરે રહેવા ગયા જ્યાં વિદ્યાબેન BA હોમ સાયન્સ અભ્યાસ કર્યો હતો જેથી તેઓએ પગ ભર થવા માટે મહેસાણામા નાસ્તાની લારી શરૂ કરવાની વિચાર્યું હતું.જ્યાં પરિવારના કેટલાક સભ્યની મંજૂરી લીધા બાદ વિદ્યાબેને માલગોડાઉન રોડ પર નાસ્તા ની લારી ચાલુ કરી તેમાં ઈડલી,સાંભર,સમોસા જેવા વાનગીઓ બનાવી લોકોને ખવડાવી પોતે પગ ભર બન્યા છે.

લારી ચાલુ કરવા 2 મહિના સામાન ભેગો કર્યો પ્રથમ દિવસે 6 હજાર વકરો થયો
વિદ્યાબેન દિવ્ય ભાસ્કર ને જણાવતા કહે છે કે હું BA હોમ સાયન્સ અભ્યાસ કરેલો છે તેમજ પતિ હયાત હતા ત્યારે પણ હું કોઈ પોગ્રામ હોય તો નાસ્તાના ઓર્ડર લેતી મને ખાવાની વાનગીઓ બનાવવી ગમે છે જેથી મેં નાસ્તાની લારી ચાલુ કરી જોકે શરૂઆતમાં પૈસા નહોતા ત્યારે બે મહિના સુધી થોડી થોડી વસ્તુઓ લાવી બધો સામાન ભેગો કર્યો.ત્યારબાદ નાસ્તાની લારી ચાલુ કરી જેમાં પ્રથમ દિવસે 6 હજાર રૂપિયા નો વકરો થતા એ દિવસે ખુશી અનુભવી હતી.

નાસ્તાની લારીમા જે વકરો થાય એનો રોજ સમાન લાવું કોઈ દિવસ એક પણ ડિસના વેચાય તો જીવ વળી જતો
વિદ્યાબેન વધુમાં જણાવે છે કે લારી ચાલુ કરી ત્યારે પ્રથમ દિવસે વકરો સારો હતો.નાસ્તામાં ઈડલી-સાંભર,રગડા સમોસા આ તમામ વસ્તુઓ ઘરે બનાવી હું લોકો ને ખવડાઉ છું. કોઈ દિવસ 5 કે 6 ડિસ વેચાય કોઈ દિવસ એવો પણ આવે કે કોઈ જ ડિસ ના વેચાય જેથી એ દિવસે ઘણો જીવ બળી જતો. અને વધેલો નાસ્તો આજુબાજુમા આપી દેતી જેથી કોઈના તો પેટમાં જાય...

શરૂઆતમા માત્ર 4 કે 5 ડિસ નાસ્તો જતો આજે 40 ડિસ નાસ્તો જાય છે
45 વર્ષીય વિધાબેન પોતાના જીવનમા અનેક સંઘર્ષ કર્યા છે કોરોના કાળમા પતિના નિધન બાદ ઘરમાં કમાવનાર કોઈ ન હોવાથી એકલા રહેતા વિદ્યાબેન પોતાના પગ પર ઉભા થવા નાસ્તા ની લારી ચાલુ કરી શરૂઆતમા માત્ર 4 5 ડિસ નાસ્તો વેંચતા જોકે આજે રોજની 40 ડિસ નાસ્તો વેચાય છે જેમાં મેડું વડા,રગડા સમોસા,ઈડલી સભાર બનાવી લોકોને ખવડાવે છે.

વહેલી સવારે 4 વાગ્યે ઉઠી રાત્રે 12 વાગ્યે કામ પતે

વિધાબેન એકલા પોતાના મકાનમાં રહે છે.નાસ્તાની લારી ચાલુ કર્યુ બાદ વહેલી સવારે 4 વાગ્યે ઉઠી નાસ્તા માટે તૈયારી શરૂ કરી દે છે જેમાં દાળ,બટેકા, ચટણી બનાવ્યા બાદ સવારે 7 કલાકે માથે સમાન ઉપાડી લારી પર આવે છે જ્યાં બપોર 2 વાગ્યા સુધી લારી પર વેપાર કરી ઘરે જાય છે.ત્યારબાદ તેઓ બજાર માં સમાન લાવી તેને સમેટ છે એમ કરતાં રાત્રે 12 કલાકે કામ પતાવી બાદમાં સુવે છે.

મહિલા એક શક્તિ છે, ક્યારેય હાર ન માનવી જોઈએ-વિદ્યાબેન
મહિલા દિવસ પર વિદ્યાબેન કહે છે કે જીવનમાં ગમે એવી સમસ્યા આવે એમાંથી નાસી પાસ ન થવું જોઈએ મહિલા એક શક્તિ છે એ શક્તિ અંદર થી બહાર લાવો અને નાસી પાસ ક્યારે ન થવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...